Get The App

મકાન વેચાણના રૂપિયા બાબતે ઝગડો થતા પતિ દ્વારા પત્નીની હત્યા

Updated: Jan 27th, 2023

GS TEAM


Google News
Google News
મકાન વેચાણના રૂપિયા બાબતે ઝગડો થતા પતિ દ્વારા પત્નીની હત્યા 1 - image


મોરબી તાલુકાના પ્રેમજીનગર (મકનસર) ગામે

છરીના ઘા ઝીંકી નાસી ગયેલા આરોપીને ઝડપી લેવાયો

મોરબી: મોરબીના પ્રેમજીનગર (મકનસર) ગામના રહેવાસી શ્રમિક પરિવારમાં દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં પોતાનું મકાન વહેંચેલ હોય. જેના રૂપિયા બાબતે પત્ની સાથે ઝઘડો થતા છરીનો ઘા મારી હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને પગલે આરોપીને ઝડપી લઈને પોલીસે વધુ તપાસ ચલાવી છે.   

મૂળ ટંકારાના મોટા રામપરના વતની અને હાલ પ્રેમજીનગર (મકનસર) ગામે રહેતા જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ રામજીભાઈ રાણવાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેઓ તથા તેના પિતા રામજીભાઈ રાણવા કડીયાકામ કરે છે. કોન્ટ્રાકટર મોતીભાઈ (રહે. રફાળેશ્વર) સાથે કડિયા કામ માટે ગયા બાદ અને કડીયાકામ પૂરું કરીને તા.૨૫ના સાંજના સાડા સાતેક વાગ્યે ઘરે આવતા તેના માતા લોહીલુહાણ હાલતમાં પડયા હતા. જેથી જીતેન્દ્રભાઈએ માતાને ખોળામાં લીધા હતા. ત્યારે આરોપી પિતા રામજીભાઈએ આવીને કહ્યું હતું કે, આપણે જે મકાન વહેંચેલ તેના પૈસા બાબતે તારી મમ્મી સાથે ઝઘડો થયો છે કહીને તેઓ ભાગવા જતા ફરિયાદી પોતાના પિતાને પકડવા ગયા હતા. પરંતુ તેઓ નાસી ગયા હતા  અને માતા લોહીલુહાણ હોવથી ૧૦૮ મારફત હોસ્પિટલ લાવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને મહિલાને મૃત જાહેર કર્યા હતા. મૂળ ગામ રામપર ખાતે મકાન આવેલ હતું. તે મકાન પંદરેક દિવસ પહેલા વહેંચ્યું હોય જેનો ઝઘડો થતા ફરિયાદીના પિતા આરોપી રામજીભાઈ ચકુભાઈ રાણવાએ પત્ની ગંગાબેનને છરીનો ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી હતી. મોરબી તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી હતી.

જે બનાવને પગલે મોરબી તાલુકા પીઆઈ કે એ વાળાની ટીમે તપાસ ચલાવી હતી જેમાં આરોપી રામજીભાઈ ચકુભાઈ રાણવા (ઉ.વ.૬૨, રહે. પ્રેમજીનગર (મકનસર ગામ)ને પ્રેમજીનગર ગામની પાછળ આવેલ ધાર વિસ્તારમાંથી ઝડપી લીધો હતો અને પોલીસ મથકે લાવી સઘન પૂછપરછ કરતા ગુનાની કબુલાત આપી હતી. જેથી આરોપીની ધોરણસરની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


Tags :