મોરબીના સોખડા નજીક ફેક્ટરીમાં ટેન્કરોમાંથી કેમિકલ ચોરીનું કૌભાંડ
કેમિકલ, રોકડ, કાર સહિત 41.70 લાખનો મુદ્દામાલ કબજે : હાઇ-વે પરથી પસાર થતા ટેન્કરોના ચાલકો, ક્લીનરોને ફોડી ટેન્કરમાંથી કેમિકલ કાઢી બેરલોમાં ભરવાની પ્રવૃત્તિ ફરતા બે શખ્સ ઝડપાયા, બેની શોધખોળ
મોરબી, : મોરબીના સોખડા ગામ નજીક આવેલ ફેકટરીમાં કેમિકલ ટેન્કરમાંથી કેમિકલ ચોરીનું મોટું કોભાંડ ઝડપી લઈને એલસીબી ટીમે ટેન્કર, કેમિકલનો જથ્થો, રોકડ, કાર અને મોબાઈલ સહીત ૪૧.૭૦ લાખનો મુદામાલ ઝડપી લઈને બે આરોપીને દબોચી લીધા હતા. તો અન્ય બે આરોપીઓની શોધખોળ ચલાવી છે.
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રવિરાજ ચોકડી પાસે હોય ત્યારે બાતમી મળી હતી કે સોખડા ગામ તરફ જતા રસ્તે ફાસ્ટેન લેમિનેટ કારખાનું આવેલ છે. જેમાં હાઈવે રોડ પરથી પસાર થતા કેમિકલ ભરેલ ટેન્કરના ડ્રાઈવર-કલીનરોનો સંપર્ક કરી તેમને ફોડી ટેન્કર સાથે લઇ જઈને ટેન્કરમાંથી કેમિકલનો જથ્થો બેરલોમાં ગેરકાયદેસર ભરવાની પ્રવૃત્તિ ચાલતી રહી છે. જેથી ટીમે સ્થળ પર દરોડો કર્યો હતાો. જેમાં સોખડા ગામ તરફ જતા રસ્તે આવેલ ફાસ્ટેન લેમિનેટ કારખાનામાં રેડ કરતા એક ટેન્કર અને કાર પડી હોય અને ટેન્કર પાસે ત્રણ ઈસમો કઈક પ્રવૃત્તિ કરતા જોવા મળ્યા હતા. અને પોલીસને જોઇને આરોપીઓમાં નાસભાગ મચી હતી. જે ત્રણ પૈકી બે ઇસમોને પકડી લીધા હતા તો એક ઇસમ અંધારાનો લાભ લઈને નાસી ગયો હતો સ્થળ પરથી ટેન્કરનું જેમાં સીલ ખોલેલ જોવા મળ્યું હતું. અને ઝડપાયેલા બંને ઇસમોના નામ પૂછતાં રાજેશ રામજીભાઈ ડવ (ઉ.વ. 27) રહે નાગલપર તા. અંજાર કચ્છ અને અજીતસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા (ઉ.વ. 34) (રહે હાલ અંજાર ગંગોત્રી સોસાયટી કચ્છ)હોવાનું જણાવ્યું હતું
અને તેના નાસી જનાર સાગરિત લક્ષ્મણ નારણ રાઠોડ (રહે જુના નાગડાવાસ તા. મોરબી) ાના કહેવાથી જયેન્દ્રભાઈ રામજીભાઈ આદ્રોજા (રહે મોરબી)એ તેની માલિકીના ફાસ્ટેન લેમિનેટ કારખાનામાં રોડ પરથી પસાર થતા ટેન્કરના ડ્રાઈવરનો સંપર્ક કરી કારખાનામાં ટેન્કર લાવી ફીનોલ નામના કેમિકલનો જથ્થો સીલ ખોલી કાઢી લેતા હતા. અને એક લીટર કેમિકલના રૂ 60 લેખે આપતા હતા. અને ટેન્કરમાંથી અંદાજીત 200 લીટર ફીનોલ નામનું કેમિકલ કાઢી આપ્યાનું જણાવ્યું હતું.જેના બદલામાં રૂ 12,000 રોકડા લક્ષ્મ્ભાઈ રાઠોડે આપ્યાનું જણાવ્યું હતું જેથી એલસીબી ટીમે રોકડ રકમ, મોબાઈલ ફોન, કેમિકલનો જથ્થો, અને ટેન્કર જેમાં ફીનોલ નામનું કેમિકલ ભરેલ હોય જેની કીમત રૂ 23,45,220 , કાર સહીત 41,70,220 નો મુદામાલ જપ્ત કરી કર્યો હતો એલસીબી ટીમે સ્થળ પરથી ઝડપાયેલા રાજેશ રામજીભાઈ ડવ અને અજીતસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા નાસી જનાર લક્ષ્મણ નારણ રાઠોડ તેમજ ફેકટરીના માલિક જયેન્દ્ર રામજીભાઈ આદ્રોજા વિરુદ્ધ તાલુકા પોલીસમથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે