Get The App

ફેક્ટરીમાં કામ કરતી વખતે વીજ શોકથી યુવાનનું નીપજેલું મોત

Updated: Feb 10th, 2023

GS TEAM


Google News
Google News
ફેક્ટરીમાં કામ કરતી વખતે વીજ શોકથી યુવાનનું નીપજેલું મોત 1 - image


મોરબીના પીપળી ગામ પાસે

મોરબીના લખધીરપૂર રોડ પરની કેનાલમાં ડુબેલા યુવાનનો મૃતદેહ મચ્છુ-2 ડેમમાંથી મળ્યો

મોરબી: મોરબીના પીપળી ગામની સીમમાં કારખાનામાં કામ કરતો શ્રમિક અચાનક નીચે પટકાયા બાદ યુવાનનું મોત થયું હતું. તપાસમાં વીજશોક લાગતા મોત થયાનું ખુલ્યું છે. મોરબીના લખધીરપુર રોડ પરની કેનાલમાં પડી જતા પાણીમાં તણાઈ ગયેલા યુવાનનું મોત થયું હતું જે યુવાનનો મૃતદેહ મચ્છુ ૨ ડેમમાંથી મળી આવતા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી છે 

પીપળી ગામના રહેવાસી મુકેશભાઈ મગનભાઈ સંગાળા (ઉ.વ.૩૮) નામના યુવાન પીપળી ગામની સીમમાં આવેલ ગીતા ટ્રેડીંગ કટિંગ કારખાનામાં કામ કરતા હોય ત્યારે કોઈ કારણોસર પડી જતા યુવાનનું મોત થયું હતું જેથી મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.  બનાવની તપાસ ચલાવતા  એએસઆઈ જે પી કણસાગરાએ જણાવ્યું હતું કે કારખાનામાં કામ કરતા યુવાન પડી જતા મૃતદેહ પીએમ અર્થે ખસેડાયો હતો. જેમાં ઇલેક્ટ્રિક શોક લાગતા યુવાનનું મોત થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.   

 મૂળ યુપીના વતની મુજમ્મિલ અકરમ સીદીકી (ઉ.વ.૨૫) નામના યુવાન  લખધીરપુર રોડ પર આવેલ કેનાલમાં અકસ્માતે પડી જતા પાણીમાં તણાઈ જતા મોત થયું હતું. અને મૃતદેહ તાણીને મચ્છુ ૨ ડેમમાં પહોંચ્યો હતો. જેથી પોલીસ ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. તેમજ તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે. 

Tags :