વિદરકાના પાટિયા પાસેથી કારમાંથી અંગ્રેજી દારૂની 251 બોટલો ઝડપાઈ
સ્ટેટ મોનિટરિંગ સેલ - ગાંધીનગર દ્વારા દરોડો
10.99 લાખના મુદ્દામાલ સાથે ભચાઉનો શખ્સ ગિરફતાર
મોરબી: માળીયા નજીક બાતમીના આધારે સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમએ ૨૫૧ દારૂની બોટલ ભરેલી કારને ઝડપી લીધી હતી. અને રૂપિયા ૯૪ હજારથી વધુની કિંમતના દારૂ, કાર સહિત કુલ રૂપિયા ૧૦ લાખથી મુદામાલ સાથે એક આરોપીને ઝડપી અને ત્રણ આરોપીઓના તેણે ઝડપવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બનાવની માળિયા પોલીસ મથકેથી મળતી વિગત મુજબ સ્ટેટ મોનીટરિંગ સેલ ગાંધીનગરની ટીમને સામખીયારીથી મોરબી તરફ નેશનલ હાઇવે વિદરકા ગામના પાટિયા પાસે મહિન્દ્રા એક્સ યુ વી ગાડીમાં દારૂ ભરીને પસાર થતી હોવાની બાતમી મળતા આ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ તુરંત ત્યાં દરોડો પાડીને દારૂ ભરેલી કાર ઝડપી લીધી હતી.
જેમાં કાર ચલાવતા આરોપી વીનેશ રામાભાઈ કોળી (ઉ.વ.૨૩ રહે ભચાઉ)ને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૨૫૧ કિંમત રૂ.૯૪, ૧૨૫, મોબાઈલ તેમજ કાર મળી કુલ રૂ.૧૦,૯૯.૯૦૫ ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. જ્યારે પકડાયેલા આરોપીને રાજપાલસિંહ અરવિંદસિંહ ઝાલા (રહે મોટી ખીરઇ)એ કાર દારૂ ભરી આપી તેમજ બીજા આરોપી અરવિંદસિંહ ઝાલાએ પાયલોટિંગ કર્યું હોવાનું ખુલ્યું છે. તેમજ દારૂ મંગવાનાર અજાણ્યા શખ્સ સહિત આ બન્ને શખ્સ મળી કુલ ત્રણ ફરાર આરોપીઓ સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.