Get The App

વિસનગરમાં પતિએ જ પત્નીને 21.50 લાખનો ચૂનો લગાવ્યો

Updated: Aug 30th, 2022

GS TEAM


Google News
Google News
વિસનગરમાં પતિએ જ પત્નીને 21.50 લાખનો ચૂનો લગાવ્યો 1 - image

મહેસાણા, તા. 30 ઓગષ્ટ 2022, મંગળવાર

વિસનગરના ભાંડું ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક તબીબ પતિએ જ પોતાની પત્નીને ચૂનો લગાવ્યો છે. આ તબીબ પતિએ પત્નીની ખોટી સહી કરીને 21.50 લાખ બેંકમાંથી ઉપાડી લીધા હતા.

આ મામલો એવો છે કે, જેમાં એક પતિએ પોતાની જ પત્ની સાથે છેતરપિંડી કરી છે. પત્નીના બેંક ખાતામાંથી રૂપિયા ઉપાડી ચૂનો લગાવ્યો છે. પત્નીના ચેકમાં તબીબ પતિએ ખોટી સહી કરી હતી અને બાદમાં બેંક ઓફ બરોડામાંથી રૂપિયા ઉપાડી લીધા હતા. પતિએ બેંકના ખાતામાંથી 21.50 લાખ ઉપાડીને પોતાની પત્ની સાથે છેતરપિંડી હતી.

આ ઘટનાની જાણ થતાં પત્ની ઈલાબેને પોતાના પતિ દિપક પટેલ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી હતી. પત્નીએ વિસનગર તાલુકાના પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

Tags :