મહેસાણા જિલ્લામાં કોરોનાના વધુ નવા 9 કેસ
- કોરોના એકટીવ 74 કેસ નોંધાયા
- મહેસાણા-4, કડી-2, વિજાપુર-ખેરાલુ 1-1, રામોસણામાં 11 વર્ષની બાળકી કોરોના સંક્રમિત
મહેસાણા તા.12
મહેસાણા જિલ્લામાં ગુરૂવારે કોરોના ત્રણ કેસ જોવા મળ્યા હતા. જેમાં આજે વધારો થતાં જિલ્લામાં કોરોના ૯ કેસ નોંધાયા છે. જેમાં આજે વધારો થતા કોરોના ૯ કેસ નોંધાયા છે. જેમાં મહેસાણા શહેર-૪, કડી-૨, વિજાપુર-ખેરાલુમાં ૧-૧ કેસ નોંધાયો છે.
મહેસાણા જિલ્લામાં ૧૨મી માર્ચ સુધી ૫૦૫૧૩ના કોરોનાના સેમ્પલ લેવાયા હતા. જેમાં ૪૭૯૧૯ને સેમ્પલ નેગેટીવ આવેલ છે. જ્યારે ૯૦નું રીઝલ્ટ આવેલ છે. તે પૈંકી ૮૩ સેમ્પલનો રીપોર્ટ નેગેટીવ જોવા મળેલ છે. આજે નોંધાયેલ ૯ કેસ પૈકી ૬ શહેરી અને ત્રણ ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળ્યા છે. તેમજ ૬ દર્દીઓ સાજા થતાં રજા અપાઇ છે. જ્યારે એકટીવ કેસ ૭૪ જોવા મળ્યા છે. જ્યારે ૧૭૨નું રીઝલ્ટ હજી પેન્ડીંગ છે. મહેસાણા શહેરના ડેરી રોડ, ગાંધીનગર લીંક રોડ, રાધનપુર રોડ, ધરમ સીનેમા રોડ પર એક-એક કેસ નોંધાયા છે. જ્યારે કડી શહેરમાં બે મહેસાણા તાલુકાના રામોસણામાં ૧૧ વર્ષની બાળકી કોરોના સંક્રમિત થઈ છે. જ્યારે વિજાપુરના ફલુ અને ખેરાલુના આંબાવાડામાં એક એક કોરોના કેસ નોંધાયા છે.