વડોદરા : પિલોલ રેલવે સ્ટેશન પાસે ટ્રેન નીચે પડતું મૂકી યુવાનનો આપઘાત
image : Freepik
- યુવાને ક્યાં કારણોસર જીવન ટૂંકાવ્યું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી
વડોદરા,તા.21 નવેમ્બર 2023,મંગળવાર
સાવલી તાલુકાના મંજુસર ગામમાં આવેલી ક્રિષ્ના સોસાયટીમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના મનુંકુમાર જયરામ રાજભર ઉંમર વર્ષ 24 એ પિલોલ રેલવે સ્ટેશન પાસે આસોજ ગામની સીમમાં ડાઉન ટ્રેક પરથી પસાર થતી એક ટ્રેનની સામે પડતું મૂકીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. મંજુસરના યુવાને ટ્રેન નીચે પડી આપઘાત કર્યો હોવાની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે જણાવ્યું હતું કે મૂળ ઉત્તરપ્રદેશનો વતની પરંતુ હાલ મંજુસરમાં રહી મૃતક યુવક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો તેણે કયા કારણોસર આપઘાત કર્યો તેની તપાસ ચાલી રહી છે.