ઇસનપુરમાં સાસરીયાના ત્રાસથી કંટાળીને મહિલાનો દવા પીને આપઘાતનો પ્રયાસ
જાડી હોવાથી લગ્નના મહિના બાદ પતિ તેને બોલાવતો ન હતો અને મારતો હતો
શંકા વહેમ રાખીને તકરાર કરીને પતિ મારઝૂડ કરતો હતો
અમદાવાદ, સોમવાર
ઇસનપુરમાં રહેતી પરિણીતાને લગ્નના એક મહિના બાદ જ પતિ સહિત સાસરિયાઓ જાડી હોવાથી બોલાવતા ન હતા. તેમજ તેની પર ખોટી શંકા રાખીને તકરાર કરીને મારતા હતા. એટલું જ નહિ પતિએ આપેલ રૃપિયા પત્નીથી વપરાઇ ગયા હોવાથી પત્નીએ બહારથી રૃપિયા લાવીને આપ્યા હતા. જેની જાણ પતિને થતા તેને પત્ની સાથે ઝઘડો કરીને બાળકો સાથે ઘરમાંથી કાઢી મૂક્ી હતી. સાસરીયાના ત્રાસથી કંટાળીને પરિણીતાએ માનસિક દવાની ગોળીઓ ખાઇને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે પતિ સહિત સાસરીના સભ્યો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
શંકા વહેમ રાખીને તકરાર કરીને પતિ મારઝૂડ કરતો હતો ઃ પોલીસે પતિ સહિત સાસરીના સભ્યો સામે ગુનો નોંધી તપાસ શરુ કરી
ઇસનપુરમાં 34 વર્ષની મહિલાએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ચાંદલોડિયા ખાતે રહેતા પતિ સહિત પરિવારના ત્રણ સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના લગ્ન ૧૮ વર્ષ પહેલા થયા હતા. લગ્નના એક મહિના પછી ફરિયાદી જાડી હોવાથી પતિ તેને બોલાવતો ન હતો તેમજ નાની-નાની બાબતોમાં ઝઘડો કરીને માર મારતા હતા. તેમજ તે ફોનમાં વાત કરે તો તેની પર ખોટી શંકા રાખીને પતિ, દિયર અને નણંદ બિભત્સ ગાળો બોલીને ઝઘડો કરતા હતા. લોકડાઉન પહેલા પતિએ રૃા. ૫૦ હજાર ઘરમાં મૂકવા આપ્યા હતા પરંતુ તે રૃપિયા વપરાઇ ગયા હતા.
ત્યારે લોકડાઉન બાદ પતિએ રૃપિયા માંગતા તેઓએ બહારથી લાવીને આપ્યા હતા. જેની જાણ થતા પતિએ માર મા રીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને લોકોના રૃપિયા પરત કર્યા પછી જ ઘરે આવજે કહીને બાળકો સાથે ઘરમાંથી કાઢી મૂકી હતી. ત્યારબાદ બાળકનો લઇને પતિ સાથે સમાધાન કરવા સસરાના ઘરે નવરંગપુરા ગઇ હતી તે સમયે પતિએ ખોટી શંકા કરીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને માર માર્યો હતો જેથી સાસરીયાના ત્રાસથી કંટાળીન તા.૩ના રોજ પોતાના ઘરે માનસિક દવાની ગોળીઓ ખાઇને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના અંગે ઇસનપુર પોલીસે ગુનો નોંધી વધુ ે તપાસ હાથ ધરી છે.