દહેગામમાં બે દુકાનમાં તસ્કરો ત્રાટક્યાં : ૩ લાખથી વધુની ચોરી
શહેરમાં તસ્કરોનો પોલીસને ખુલ્લો પડકાર
રેડીમેડ કપડાની દુકાન તેમજ જનરલ સ્ટોર્સને નિશાન બનાવ્યો ઃ પોલીસ પેટ્રોલિંગના પોકળ દાવા
દહેગામ : દહેગામ શહેર અને તેના આસપાસના વિસ્તારોમાં તસ્કરોએ તરખાટ મચાવતાં વધુ એકવાર પોલીસને ખુલ્લો પડકાર ફેંકયો હોય તેમ દહેગામ શહેરના મુખ્ય બજારમાં આવેલી રેડીમેડ કપડાની દુકાન તેમજ જનરલ સ્ટોર્સમાં તસ્કરો હાથફેરો કરી કપડાની દુકાનમાંથી ત્રણ લાખ ઉપરાંતના રેડીમેડ કપડાની ચોરી કરી જનરલ સ્ટોર્સમાં માલસામાન વેરવિખેર કરી નુકશાન પહોચાડેલ છે. ગત રાત્રિ દરમિયાન થયેલી ચોરી અંગે રેડીમેડ કપડાની દુકાન માલિક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા અને શહેર વિસ્તારમાં
તસ્કરોનું રાજ વિસ્તરતું હોય અને પોલીસને પડકાર આપી રહ્યા હોય તેવું છેલ્લા કેટલાક
દિવસોથી બની રહેલી ચોરીની ઘટનાઓ બાદ જણાઈ રહ્યું છે. ગત અઠવાડિયામાં રખિયાલ
ત્યારબાદ બે દિવસ પહેલા કનીપુર ગામે રાત્રી દરમિયાન મકાનમાંથી થયેલી ૧૪ લાખની ચોરી
બાદ ગત રાત્રી દરમિયાન દહેગામ શહેરના મુખ્ય બજારમાં આવેલી બે દુકાનોમાં તસ્કરોએ હાથ
ફેરો કરી પોલીસના રાત્રે પેટ્રોલિંગના દાવાને ખોખલો કર્યો છે. દહેગામ નગરમાં આવેલા
નાથાલાલ અંબાલાલ પેટ્રોલ પંપની સામેની ફ્લડ ફોર ફેશન નામની રેડીમેડ કપડાની
દુકાનમાં તેમજ તેની બાજુમાં આવેલા ષભ સ્ટોર્સમાં તસ્કરોએ દુકાનની ઉપરના ભાગે
લગાવેલા પતરાના ઊંચા કરી પાછળના ભાગેથી દુકાનમાં પ્રવેશીને રેડીમેડ કપડાની
દુકાનમાંથી ૩ લાખથી વધુ કિંમતના રેડીમેડ કપડાની ચોરી કરી હોવાનું માલુમ પડયું છે.
ષભ સ્ટોર્સમાં તસ્કરોએ માલ સામાન અસ્ત વ્યસ્ત કરી નુકસાન પહોંચાડેલ છે. દુકાનમાં
લગાવેલા સીસીટીવી કેમેરા છેલ્લા એક માસથી બંધ હોવાના કારણે તસ્કરોને પકડવા પોલીસ
માટે પડકાર ઊભો થયો છે. રેડીમેટ કપડાની દુકાનના માલિક હસમુખલાલ મણીલાલ શાહ દ્વારા
ચોરી અંગેની ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.