mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ભારત-પાકિસ્તાનની મેચમાં સટ્ટાનો આંક સાત હજાર કરોડને પાર થયો

બુકીઓેએ રોલર કોસ્ટરની પેટર્નથી રોકડી કરી

પાકિસ્તાનના ૧૫૭ રન આધારે મેચ પ્રોજેક્શન અને રોહિત શર્માની સદીના નામે સટ્ટોડિયાઓએ નાણાં ગુમાવ્યાઃ સેશન્સમાં પણ મોટાપ્રમાણમાં બુકીંગ મળ્યું

Updated: Oct 15th, 2023

ભારત-પાકિસ્તાનની મેચમાં સટ્ટાનો આંક  સાત હજાર કરોડને પાર થયો 1 - image

અમદાવાદ, રવિવાર

ભારત પાકિસ્તાનની મેચમાં ભારતનો ભવ્ય વિજય થયો તેની સાથે  આ મેચ બુકીઓ માટે માઇલ સ્ટોન સાબિત થઇ હતી.  કારણ કે આ મેચમાં સટ્ટોડિયાઓએ સાત હજાર કરોડ જેટલી રકમ દાવ પર લગાવી દીધી હતી.  જો કે મેચમાં બુકીઓએ રોલર કોસ્ટરની માફક સટ્ટાને ટ્રેન્ડીંગ કર્યો હતો.  ખાસ કરીને પાકિસ્તાનના ત્રણ વિકેટે ૧૫૭નો સ્કોર થયો ત્યાં સુધી બુકીઓએ પાકિસ્તાનનો ટોટલ રનના અંદાજને આધારે ખુબ મોટા પ્રમાણમાં સટ્ટો બુક કરાવ્યો હતો. જો કે બાદમાં પાકિસ્તાનની ટીમ ૧૯૧ રનમાં જ આઉટ થતા સટ્ટોડિયાઓના નાણાં ધોવાઇ ગયા હતા. જ્યારે બીજો સૌથી મોટો સટ્ટો રોહિત શર્માની સદીને લઇને લગાવવામાં આવ્યો હતો. જેમાં તેણે સદી ન કરતા સટ્ટોડિયાઓને બીજો ફટકો પડયો હતો. આમ, આ મેચ બુકીઓને સૌથી વધારે  રોકડી કરાવનાર સાબિત થઇ હતી.

ભારત-પાકિસ્તાનની મેચમાં સટ્ટાનો આંક  સાત હજાર કરોડને પાર થયો 2 - imageભારત પાકિસ્તાનની મેચ માત્ર ક્રિકેટ રસિયાઓ માટે જ નહી પણ બુકીઓ માટે પણ મહત્વપૂર્ણ બની રહી હતી. જેમાં અત્યાર સુધી કોઇ મેચનોે સૌથી મોટો રૂપિયા સાત હજાર કરોડ ઉપરાંતનો સટ્ટો રમાયો હતો. આ મેચમાં બુકીઓએ અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરી હતી. તો સટ્ટોડિયાઓેએ સેશન્સથી માંડીને રન પ્રોજેક્શનમાં અબજો રૂપિયા ગુમાવ્યા હતા. આ સટ્ટો માત્ર ગુજરાત કે ભારત જ નહી પરંતુ, દુબઇ, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, અમેરિકા, કેનેડા અને યુ.કેના સટ્ટોડિયાઓએ રમ્યો હતો.  જેેમાં ગુજરાતમાં ભાભર ડીસાની લાઇન મહત્વની સાબિત થઇ હતી. એક અંદાજ મુજબ ભાભર ડીસા લાઇનથી જ બે  હજાર કરોડ ઉપરાતની રકમનો સટ્ટો બુક કરાયો હતો. જ્યારે મુંબઇ લાઇનથી  એક હજાર કરોડ તેમજ દુબઇ ત્રણ હજાર કરોડનો સટ્ટો રમાયો હતો. 

ભારત-પાકિસ્તાનની મેચમાં સટ્ટાનો આંક  સાત હજાર કરોડને પાર થયો 3 - imageજો કે મેચમાં બુકીઓનોે રોલર કોસ્ટર પેટર્નનો ફાયદો થયો હતો.  એક બુકીએ જણાવ્યું કે જ્યારે પાકિસ્તાનના ૭૮ રન પર એક વિકેટ હતી. તે સમયે સટ્ટા બજારમાં મેચમાં પાકિસ્તાનના ટોટલ સ્કોરનો પ્રોજેક્શન સટ્ટો ટોપ પર પહોંચ્યો હતો. જેમાં પાકિસ્તાનો સ્કોર ૨૮૦ રનથી માંડીને ૩૦૦ રન સુધી અંદાજવામાં આવ્યો હતો. આ સ્લોટમાં મોટા સટ્ટોડિયાઓે ખુબ મોટાપ્રમાણમાં નાણાં દાવ પર લગાવ્યા હતા. તેમાં પણ  ૧૫૭ રન પર ત્રણ વિકેટ હતી ત્યારે પ્રોજેક્શન રેટ ૩૦૦ને પાર થયો હતો. આમ, પાકિસ્તાનના ૭૮ રનથી લઇને ૧૫૭ રન સુધીમાં  બુકીઓ પાસે  અઢી હજાર કરોડ જેટલો સટ્ટો  બુક થયો હતો.  જે બાદ વિકેટ પડવાનો સિલસિલો શરૂ થતા બુકીઓ માટે આ ગોલ્ડન સ્લોટ બન્યો હતો.  બાદમાં  જ્યારે ભારતનો દાવ શરૂ થયો ત્યારે વિરાટ કોહલીની ૫૦ રન પર દાવ ખુલ્યો હતો. જેમાં સટ્ટોડિયાઓએને ફટકો પડયો હતો. જો કે રોહિત શર્મા પીચ પર ટકી રહેતા તેના ૫૦ રન બાદ ફરીથી બુકીઓએ સદી પર ભાવ થાડી મિનિટ માટે ખોલ્યા હતા. જેમાં સટ્ટોડિયાઓએ  રોહિત શર્માની સદી પર કરોડોનો દાવ લગાવી દીધો હતો. જો કે તેણે ૮૫ રન કરતા બુકીઓ માટે આ સોદો ફાયદાનો બની રહ્યો હતો. સામાન્ય રીતે જ્યારે સટ્ટો રમાતો હોય ત્યારે ઓવર, સિક્સકેચ તેમજ સેશન્સ પરનો સટ્ટો ટ્રેન્ડીંગ હોય છે. પંરતુપાકિસ્તાનના ઓછા સ્કોરને કારણે એક તરફી મેચમાં સેશન્સમાં સટ્ટોડિયાઓએ ઓછા નાણાં લગાવ્યા હતા. આમ,આ  સટ્ટોડિયાઓ માટે વિશ્વકપની ફાઇનલ મેચ કરતા મહત્વની બની રહી અને સૌથી વધારે આવક કરાવનારી બની રહી હતી.

 

Gujarat