પેટલાદમાં બે મકાનમાંથી રોકડ, સોના-ચાંદીના દાગીનાની ચોરી
આણંદ: પેટલાદ શહેરના દંતાલી રોડ ઉપર આવેલ સચ્ચિદાનંદ ટાઉનશીપમાં રહેતા ડાહ્યાભાઈ વણકરના પુત્ર અને પુત્રવધુ તથા પરિવારના સભ્યો પૌત્રની ધાર્મિક વિધિ પુરી કરવા માટે ગત તા.૨૨મીના રોજ ઉજ્જૈન ખાતે ગયા હતા. દરમિયાન રાત્રિના સુમારે અજાણ્યા તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરીના તાળા તોડી અંદરથી સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂા.૫૫ હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ગતરોજ ડાહ્યાભાઈ વણકરના પડોશીએ મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તુટેલું જોતા તેમને ફોન કરીને જાણ કરી હતી. જેથી તેઓ પોતાના ભાઈ સાથે તુરંત જ પેટલાદ આવી પહોંચ્યા હતા અને મકાનમાં તપાસ કરતા ચોરી થઈ હોવાનું માલુમ પડયું હતું.