mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ભારત-પાકિસ્તાન મેચનો અમદાવાદમાં અત્યાર સુધીનો સૌથી મોટો બંદોબસ્ત

૧૨ હજારથી વધારે સુરક્ષાકર્મીઓ તૈનાત કરાશે

એક હજારથી વધારાના બોડીવોર્ન કેમેરા અને બે હજાર સીસીટીવીથી નજર રખાશેઃ સ્ટેડિયમમાં પાણીની બોટલ કે અન્ય ચીજવસ્તુઓ લઇ જવાની મનાઇ

Updated: Oct 9th, 2023

ભારત-પાકિસ્તાન મેચનો અમદાવાદમાં  અત્યાર સુધીનો સૌથી મોટો બંદોબસ્ત 1 - image

અમદાવાદ, સોમવાર

આગામી ૧૪મી ઓક્ટોબરના રોજ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી વર્લ્ડ કંપની ભારત-પાકિસ્તાનની હાઇવોલ્ટેજ મેચને લઇને અમદાવાદ પોલીસે અત્યાર સુધીનો ક્રિકેટનો સૌથી મોટો બંદોબસ્ત ગોઠવ્યો છે. જેમાં પોલીસના જવાનો અન્ય સુરક્ષા કર્મચારીઓ સહિત ૧૨ હજારથી વધુ સ્ટાફ તૈનાત રહેશે. આ ઉપરાંત, બોંબ ડિસ્પોઝલ સ્ક્વોડ,એન્ટી ડ્રોન ટીમ, એનએસજી સહિતના અન્ય બે હજારથી વધારે સ્ટાફ પણ બંદોબસ્તમાં જોડાશે. મેચને કારણે એરપોર્ટ પર વીઆઇપી મુવમેન્ટને જોતા સીઆઇએસએફની વધારાની ટીમ પણ તૈનાત રાખવામાં આવશે. આ ઉપરાતભારત-પાકિસ્તાનની મેચને લઇને શહેરના સંંવેદનશીલ વિસ્તારોમાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તકેદારીના ભાગરૂપે બંદોબસ્ત ગોઠવાયો છે. અમદાવાદમાં વર્લ્ડ કપની સૌથી મોટી હાઇ વોલ્ટેજ ગણાતી ભારત પાકિસ્તાનની મેચ આગામી ૧૪ ઓક્ટોબરના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી છે. જે સંદર્ભમાં અમદાવાદ શહેર પોલીસે ક્રિકેટનો અત્યાર સુધીનો સૌથી મોટો બંદોબસ્ત ગોઠવ્યો છે. જેમાં અમદાવાદ શહેર પોલીસના ડીસીપી, એસીપી, પોલીસ ઇન્સેક્ટર સહિત સાત હજાર પોલીસ સ્ટાફ અને ચાર હજાર હોમગાર્ડ ઉપરાંત, બીડીએસ, ક્યુઆરટી, ક્રાઇમબ્રાંચ, એટીએસ, સીઆઇએસએફ સહિતનો કુલ ૧૪ હજાર જેટલો સ્ટાફ તૈનાત રહેશે. આ અંગે વધુ માહિતી આપતા પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું કે  આ મેચમાં મોટાપ્રમાણમાં વીવીઆઇપી અગ્રણીઓ હાજર રહેવાના કારણે હોટલો પર બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ સાથે તેમની મુવમેન્ટ માટે એસ્કોર્ટ કરવા માટે પણ ટીમ હાજર રહેશે. આ સાથે ભારત પાકિસ્તાનની ટીમ મંગળવારથી જ અમદાવાદ ખાતે આવી જશે. જેેથી બંને ટીમ જે હોટલમાં રોકાશે તે હોટલમાં તેમજ ટીમને પ્રેક્ટીશ સેશન્સ માટે આવવા જવા માટે એસ્કોર્ટની જવાબદારી  ક્રાઇમબ્રાંચને સોંપવામાં આવી છે. આ ઉપરાંત, એનએસજીની ત્રણ ટીમ, ચેતક કમાન્ડોની બે ટીમ, ક્વીક રિસ્પોન્સ ટીમની પાંચ ટુકડીઓ, બીડીએસની ૧૩ ટુકડીઓનો ૂબે હજારથી વધારાનો સ્ટાફ હાજર રહેશે. આ સાથે એક હજાર જેટલા બોડીવોર્ન કેમેરા અને શહેેરના બે હજાર જેટલા સીસીટીવી કેમેરાથી સર્વલન્સ કરવામાં આવશે. જ્યારે સ્ટેડિયમમાં મહિલા પ્રેક્ષકો માટે ચેકિંગ , ફ્રીસ્કીંગ માટે અલાયદી મહિલા ટીમ ફાળવવામાં આવી છે. આ સાથે સ્ટેડિયમમાં એક લાખથી વધુ પ્રેક્ષકો હોવાને કારણે આકસ્મિક સંજોગોમાં તેમને સલામત પૂર્વક બહાર લાવવા માટે ઇવેક્યુવેશનનો પ્લાન પણ બનાવવામાં આવ્યો છે.   અમદાવાદ પોલીસે  ગૃહ વિભાગ અને ડીજીપી સાથે મળીને અમદાવાદમાં ક્રિકેટ મેચને લગતો અત્યાર સુધીનો સૌથી મોટો બંદોબસ્ત ગોઠવ્યો છે. જેના કારણે અમદાવાદ શહેર પોલીસના સ્ટાફની રજા પણ રદ કરવામાં આવી છે.

૨૧ ડીસીપી અને ૪૭ એસીપી સહિતના સુપરવિઝનમાં બંદોબસ્ત ગોઠવાશે


ક્રમ     વિગત  ડીસીપી એસીપી પીઆઇ પીએસઆઇ     એ કુલ એસઆરપી     આરએએફ      હોમગાર્ડ

૧.      ક્રિકેટ બંદોબસ્ત ૧૯     ૪૧     ૧૧૨   ૩૧૮   ૫૬૫૭ ૩      ૦      ૫૦૦

૨. કોમ્યુનલ પોઇન્ટ બંદોબસ્ત  ૨      ૬      ૧૯     ૫૧     ૧૨૧૮ ૧૦     ૩      ૩૫૦૦

કુલ             ૨૧     ૪૭     ૧૩૧   ૩૬૯   ૬૮૫૭ ૧૩     ૩      ૪૦૦૦

 

મેચમાં સુરક્ષાના અનુસંધાનમાં મુખ્યમંત્રીએ બેઠક યોજી


ભારત-પાકિસ્તાનની મેચના અનુસંધાનમાં  પોલીસે  બનાવેલા એક્શન પ્લાનની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેેલે ઉચ્ચ સ્તરીય બંઠક યોજી હતી. જેમાં ગૃહ રાજ્યમંત્રી, ડીજીપી અને અમદાવાદના પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 કેમિકલ હુમલાની દહેશતને પગલે SDRF પણ  તૈનાત

મેચ દરમિયાન કેટલાંક તત્વો કેમીકલ હુમલો કરીને સ્ટેડિયમની બહાર  ભયનો માહોલ ફેલાવી શકે તેવી શક્યતાઓને પગલે સેન્ટ્રલ એજન્સીઓએ એસડીઆરએફની ટીમને પણ સ્ટેડિયની બહાર અને અંદર તૈનાત કરવામાં આવશે. જે મેદાન આસપાસના પાર્કિંગ પર સતત નજર રાખી શકે છે. સુત્રોના જણાવ્યા મુજબ આ પ્રકારના હુમલા વિદેશમાં થઇ ચુક્યા છે. જેથી પોલીસે સતર્કતાના ભાગરૂપે આ નિર્ણય લીધો છે.

Gujarat