Get The App

દારૂની હેરાફેરી માટે કુરિયર કંપનીનો ઉપયોગ, પાર્સલમાંથી રૂ.1.44 લાખની 60 બોટલ મળી

Updated: May 26th, 2023

GS TEAM


Google News
Google News
દારૂની હેરાફેરી માટે કુરિયર કંપનીનો ઉપયોગ, પાર્સલમાંથી રૂ.1.44 લાખની 60 બોટલ મળી 1 - image

વડોદરા,તા.26 મે 2023,શુક્રવાર

દારૂની હેરાફેરી માટે સલામત મનાતી કુરિયર સર્વિસનો પણ હવે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે હરણી વિસ્તારની વધુ એક કુરિયર ઓફિસમાંથી દારૂની બોટલો મળી આવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

હરણી નજીક હાઇવે પર આગમન હોટલ પાછળ આવેલી ડીટીડીસી નામની કુરિયર ઓફિસમાં આવેલા એક પાર્સલમાં શંકાસ્પદ ચીજ જણતા મેનેજરે હરણી પોલીસને જાણ કરી હતી.

પોલીસે તપાસ કરતા કુરિયરના પાર્સલમાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી શરાબની રૂ 1.44 લાખની 60 બોટલ મળી આવી હતી. દારૂનો જથ્થો જપાન શર્મા (બાલાજી ટેનામેન્ટ આજવા રોડ)ના નામે મોકલવામાં આવ્યો હોવાથી તેને તેમજ પાર્સલ મોકલનાર તેજસ એન્ટરપ્રાઇઝ (કેશવાના) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

Tags :