રતનપુર,રૃપાલ અને જીઇબીમાંથી વધુ 21 જુગારીઓને પકડી પાડયા
જિલ્લામાં જન્માષ્ટમી જુગારાષ્ઠમી બની..
પોલીસની જુગારીઓને પકડવા માટે ખાસ ડ્રાઇવ-હજુ પણ શ્રાવણ પુર્ણ થાય ત્યાં સુધી જુગારધામો ધમધમશે
આમ તો જન્માષ્ટમીએ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ હોવાથી
ભગવાનની આરાધના કરવાની હોય છે પરંતુ કેટલાક તત્વો દ્વારા આ પર્વને જુગારાષ્ઠમી
બનાવી દેવામાં આવી છે. ત્યારે ડભોડા પીએસઆઇ એસ એમ રાણાની ટીમે રતનપુર ગામમાં દરોડો
પાડીને જુગાર રમતા રતનપુરા ગામના દિલીપસિંહ શંકરસિંહ બિહોલા, નરેશભાઇ
ઉર્ફે પપ્પુ મંગાભાઇ વાઘેલા, હરેશભાઇ કાળુભાઇ
ડામોર, કરણસિંહ
કાનાજી બિહોલા, ભિખાજી
ચંદુજી ઠાકોર, વિક્રમજી
હેમતુજી બિહોલા,દેવુસિંહ
બબુજી બિહોલાને ૧૭ હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. તો પેથાપુર પોલીસે
રૃપાલમાં ગોરખનાથ આશ્રમની બાજુમાં જુગાર રમતા રૃપાલ ગામના દિનેશભાઇ મોતીભાઇ
પ્રજાપતિ, વિક્રમભાઇ
પ્રતાપભાઇ પ્રજાપતિ તેમજ મહાદેવપુરા સોનિપુરના રાયસંગજી ચંદુજી ઠાકોરને વીશ હજારના
મુદ્દામાલ સાથે પકડયા હતા.
બીજીબાજુ સેક્ટર-૨૧ પોલીસે જીબીઇ છાપરામાં દરોડો પાડીને જુગાર રમતા અજીતસિંહ રામસિંહ સિંધા, બાલમુકુંદ ગોપાલભાઇ મદ્રાશી, શૈલેષ નાનુભાઇ પુરબિયા, કિર્તીભાઇ રણછોડભાઇ વાઘેલા, સુરેશ વિનુભાઇ મદ્રાશી, દેવરાજ હિતેન્દ્રભાઇ વાઘેલા અને સાવન કિશનભાઇ માજીરાણા તમામ રહે. જીઇબી છાપરાંને ૧૩ હજારના મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા. આ સાથે આ વિસ્તારમાંથી અન્ય એક જુગારમાં અશોક જીવણભાઇ વણઝારા, નરેશ કેતનભાઇ દંતાણી, શીવરાજસિંહ સંપતસિંહ ઠાકુર અને દિલીપ રામાબાઇ ઠાકોરને ૧૨ હજારના મુદ્દામાલ સાથે પકડયા હતા.