mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

એક વ્યક્તિને એક સાથે ડેન્ગ્યૂ અને ચિકનગુનિયા બંને બીમારીઓ થઈ શકે છે? જાણો જવાબ

Updated: Sep 30th, 2023

એક વ્યક્તિને એક સાથે ડેન્ગ્યૂ અને ચિકનગુનિયા બંને બીમારીઓ થઈ શકે છે? જાણો જવાબ 1 - image

Image:freepik

નવી દિલ્હી,તા. સપ્ટેમ્બર 2023, શનિવાર 

ડેન્ગ્યુ એ સામાન્ય ચેપી રોગ છે જે વાયરસને કારણે થાય છે. મચ્છરોના કારણે આ બીમારી ફેલાય છે. આ મચ્છરને Aedes Mosquito, Aedes Aegypti કહેવામાં આવે છે. જ્યારે ચિકનગુનિયા ઝિયસ મચ્છરના કરડવાથી ફેલાય છે. ચિકનગુનિયા તાવ પણ વાયરસ દ્વારા ફેલાય છે. બંને રોગો એક જ સમયે થવાની શક્યતા ઓછી હોય છે પરંતુ એકસાથે થઈ શકે છે. બંને મચ્છર એક જ વિસ્તારમાં જોવા મળે છે. 

ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેટલાક લક્ષણો સમાન છે, તાવ, માથાનો દુખાવો અને સ્નાયુઓમાં દુખાવો. આ બે રોગોમાં પણ અલગ અલગ લક્ષણો છે. આવી સ્થિતિમાં, જ્યારે આ લક્ષણો એકસાથે થાય છે, ત્યારે તેને ઓળખવું અને સારવાર કરવી પડકારરૂપ બની જાય છે. 

બંને રોગો રક્ત પ્લેટલેટ્સ અને રક્તસ્રાવને અસર કરે છે. જ્યારે આ બંને રોગ એકસાથે થાય છે ત્યારે આ જોખમ વધુ વધે છે. એક રોગને કારણે બીજા રોગ સામે શરીરની પ્રતિકાર શક્તિ નબળી પડી જાય છે.

બંને બીમારી એકસાથે થાય તો શું કરવુ?

  • તરત જ ડૉક્ટરની સલાહ લો અને બંને રોગોના લક્ષણો વિશે ડૉક્ટરને સમજાવો. 
  • ડૉક્ટર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું બરાબર પાલન કરો. બંને રોગો માટે અલગ-અલગ દવાઓ લેવી પડી શકે છે.
  • પૂરતો આરામ કરો અને પ્રવાહીનું સેવન વધારવું.
  • નિયમિતપણે બ્લડ ટેસ્ટ કરાવતા રહો.
  • ડૉક્ટરની સલાહ પર પ્લેટલેટ્સની ગણતરી બનાવી રાખવા માટે દવાઓ લો.
Gujarat