Get The App

World Food Safety Day 2021: જાણો, કેમ મનાવવામાં આવે છે 'વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ'?

- શું છે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસનો ઇતિહાસ, થીમ અને મહત્ત્વ?

Updated: Jun 7th, 2021

GS TEAM


Google News
Google News
World Food Safety Day 2021: જાણો, કેમ મનાવવામાં આવે છે 'વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ'? 1 - image

નવી દિલ્હી, તા. 07 જૂન 2021, સોમવાર

દર વર્ષે વિશ્વભરમાં 7 જૂનના દિવસે દર વર્ષે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ એટલે 'વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે' મનાવવામાં આવે છે. આ દિવસને મનાવવા પાછળનું કારણ ખાદ્ય સુરક્ષા પ્રત્યે તે લોકોને જાગરૂત કરવાનું છે જે ખરાબ ભોજનનું સેવન કરવાના કારણે ગંભીર રોગથી પીડાય છે. આ સાથે જ ખાતરી કરવાની છે કે દરેક વ્યક્તિને પર્યાપ્ત પ્રમાણમાં સુરક્ષિત અને પૌષ્ટિક ભોજન મળી શકે. 

આ વર્ષ માટેની થીમ :

દર વર્ષે આ દિવસ માટે એક થીમ એટલે કે વિષય નક્કી કરવામાં આવે છે. વિશ્વ ખાદ્ય સુરક્ષા માટે આ વર્ષ એટલે કે વર્ષ 2021ની થીમ નક્કી કરવામાં આવી છે 'સ્વસ્થ કાલ માટે આજનું સુરક્ષિત ભોજન.' ('Safe food today for a healthy tomorrow'). આ થીમ સુરક્ષિત ભોજનના ઉત્પાદન અને વપરાશ પર કેન્દ્રિત છે.. ભોજન સુરક્ષિત થવાથી લોકો, ગ્રહ અને અર્થવ્યવસ્થાને લાંબા સમય સુધી ફાયદો થાય છે. દર વર્ષનીની જેમ જ આ વર્ષે પણ વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસના દિવસે યોજાનારા તમામ કાર્યક્રમો નક્કી કરેલી થીમ પર જ આધારિત રહેશે. પરંતુ કોરોના મહામારીના કારણે આ કાર્યક્રમ વર્ચ્યુલી યોજવામાં આવશે. 

વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસનો ઇતિહાસ :

આ દિવસ ખાદ્ય સુરક્ષા પ્રત્યે લોકોને જગરૂત કરે છે અને આ દિવસને મનાવવાની જાહેરાત ડિસેમ્બર 2018માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા ખાદ્ય અને કૃષિ સંગઠનના સહયોગથી કરવામાં આવી હતી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તેમન ખાદ્ય અને કૃષિ સંગઠન આ ક્ષેત્રથી સંબંધિત અન્ય સંગઠનોના સહયોગથી વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ મનાવવા માટે મળીને કામ કરે છે. વિશ્વ સ્વાસ્થ્ય સભાએ વિશ્વમાં અયોગ્ય આહાર દ્વારા થતી બીમારીઓની સમસ્યાઓને ઓછી કરવા માટે ખાદ્ય સુરક્ષાની દિશામાં પ્રયત્નોને મજબૂત કરવાનો નિર્ણય કર્યો છે. 

ખાદ્ય સુરક્ષા દિવસનું મહત્ત્વ :

ખાદ્ય સુરક્ષા ખાતરી કરે છે કે ખાદ્ય સામગ્રીના વપરાશથી પ્રથમ પાકનું ઉત્પાદન, ભંડારણ અને વિતરણ સુધી ખાદ્ય શ્રૃંખલાના દરેક સ્ટેપ સંપૂર્ણપણે સુરક્ષિત હોય. આ કારણથી ખાદ્ય સુરક્ષા દિવસનું મહત્ત્વ વધી જાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર દૂષિત ખાદ્ય અથવા બેક્ટેરિયા યુક્ત ખાદ્યથી દર વર્ષે 10માંથી એક વ્યક્તિ બીમાર થાય છે. વિશ્વભરમાં વિકસિત અને વિકાસશીલ દેશોમાં દર વર્ષે ભોજન અને પાણીજન્ય બીમારીથી લગભગ 30 લાખ લોકોના મૃત્યુ થાય છે. 

Tags :