Get The App

શા માટે જાપાનના લોકોનું આયુષ્ય હોય છે લાંબું? જાણો તેમના જીવનથી જોડાયેલા કેટલાક ઈન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ

જાપાનના લોકો સૌથી વધારે ગ્રીન ટી પીવાનું પસંદ કરે છે

જાપાનના લોકો ગાડીમાં ફરવાની જગ્યાએ ચાલતા ફરવાનું વધારે પંસદ કરે છે

Updated: Sep 13th, 2023

GS TEAM


Google News
Google News
શા માટે જાપાનના લોકોનું આયુષ્ય હોય છે લાંબું? જાણો તેમના જીવનથી જોડાયેલા કેટલાક ઈન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ 1 - image
Image Freepic 

તા.13 સપ્ટેમ્બર 2023, બુધવાર 

જાપાનના લોકોને જોઈ તેમની ઉંમર વિશે અંદાજો લગાવવો ખુબ મુશ્કેલ કામ છે. મોટી ઉંમરના લોકો પણ ખૂબ જ યંગ અને ફિટ જોવા મળે છે. તેની પાછળ તેમની લાઈફ સ્ટાઈલ અને ફિટનેસનું રહસ્ચ છુપાયેલુ છે. તાજેતરમાં એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જાપાનના લોકોમાં લગભગ 50000થી વધુ લોકો એવા છે કે જેમની ઉંમર 100 વર્ષથી પણ વધારે છે. સામાન્ય રીતે ભારત અથવા અન્ય બીજા દેશોના લોકોની એવરેજ ઉંમર 60-70 વર્ષની હોય છે. પરંતુ જાપાનના લોકોની વધારે છે કારણ કે તેમની રહેણી કરણી અને ખાનપાન વિશેષ મહત્વનું છે. આવો જાણીએ કે તેમના યંગ દેખાવા પાછળનું રહસ્ય..

ડાયટ પર રાખવામાં આવે છે ધ્યાન 

જાપાનના લોકો પરંપરાગત તાજા ફળો, શાકભાજી, પ્રોટીન, આખું અનાજ જેવા સંતુલિત ખોરાકનો ઉપયોગ કરે છે. તેમા પ્રોસેસ્ડ ખોરાક, ટ્રાન્સ ફુડ અને ખાંડનું પ્રમાણ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે. એટલે પોષકતત્વોથી ભરપુર ખોરાક લેવાના કારણે તેમની લાઈફ લાંબી અને હેલ્દી હોય છે.  

સી ફુડનું સેવન 

જાપાનના લોકો સમુદ્રમાંથી મળતા જીવોને પોતાના ડાયટ પ્લાનમાં લેતા હોય છે.  એક સી ફુડ ઓમેગા 3 ફેટી એસિડ અને કેટલાક જરુરી પોષક તત્વોથી ભરપુર હોય છે. જે શરીર માટે તાકાતવાન બનાવે છે. એવુ કહેવામાં આવે છે કે સમુદ્રી ફુડ ખાવાથી લોકો જવાન દેખાય છે. 

ગ્રીન ટી 

જાપાનના લોકો ચા પીવાનું ખૂબ ઓછુ પસંદ કરે છે. અહીં 100 થી વધારે પ્રકારની ચા મળે છે. પરંતુ સૌથી વધારે અહીના લોકો ગ્રીન ટી પીવાનું પસંદ કરે છે. ગ્રીન ટી હેલ્થ બેનિફિટમાં સારી રહે છે. અહીના લોકો ચા ખાંડ અવે દુધ જેવી ચીજોનો ઉપયોગ કરતા નથી. એટલા માટે તેઓ હેલ્દી રહે છે. 

ગાડીઓની જગ્યાએ ચાલતા જાય છે

જાપાનના લોકો ગાડીમાં ફરવાની જગ્યાએ ચાલતા ફરવાનું વધારે પંસદ કરે છે. અહીના લોકો સ્કુલ, કોલેજ, લાઈબ્રેરી, પાર્ક, ઓફિસ અથવા જીમમાં જવા માટે સાયકલનો ઉપયોગ કરે છે. 

Tags :