ઇતિહાસ માત્ર રાજા-મહારાજાઓનો જ નથી લખાતો: દેવદાસીની પ્રથા સામે જંગે ચડનારા મહિલાની વાત
અમદાવાદ,તા. 30 જુલાઇ 2022, શનિવાર
કહેવત છે કે, ઇતિહાસ માત્ર રાજા-મહારાજાઓ અને વર્ચસ્વ ધરાવનાર લોકોનો જ લખાય છે. ઇતિહાસને લોકપ્રિય અને અસલ એમ બે પ્રકારમાં પણ વિભાજિત કરવામાં આવે છે.ડૉ મુથુલક્ષ્મી રેડ્ડી...જે સામાજિક અસમાનતા, લિંગ આધારિત અસમાનતા અને લોકોને પૂરતી સ્વાથ્ય સેવા આપવા માટે ઓળખાય છે.
30 જુલાઇ 1886ના રોજ તમિલનાડુના પુડ્ડુક્કોટ્ટાઈમાં જન્મેલા ડૉ મુથુલક્ષ્મી રેડ્ડી 1912માં દેશના પ્રથમ મહિલા ડૉક્ટર બન્યા હતા અને મદ્રાસના સરકારી માતૃત્વ હોસ્પીટલમાં પ્રથમ મહિલા સર્જન પણ હતા.
તમિલનાડુના સરકારી હોસ્પીટલમાંસ સર્જનના રૂપમાં કામ કરનારી પ્રથમ મહિલા પણ રહી હતી. તમિલનાડુ સરકારએ જાહેરાત કરી હતી કે, દરેક વર્ષ 30 જુલાઈને હોસ્પીટલ ડેના રૂપમાં ઉજવશે.
ડૉ મુથુલક્ષ્મી રેડ્ડીને મહારાજા હાઈસ્કૂલમાં મહિલા હોવાનાં કારણે પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. તેઓ મૅટ્રિક્યુલેશનની પરીક્ષામાં પ્રથમ આવ્યા હોવા છત્તાં પણ તેમની સાથે સઆ વર્તન થયુ હતુ.
સમાજના રૂઢિચુસ્ત લોકોએ તેમનાં હાઈસ્કૂલ પ્રવેશનો ભારે વિરોધ કર્યો હતો.નવાઇની વાત એ છેકે એ સમયે એ તેઓ શાળામાં એકમાત્ર વિદ્યાર્થિની હતાં.
ડૉ મુથુલક્ષ્મી રેડ્ડીનાં લગ્ન
ડૉ મુથુલક્ષ્મી રેડ્ડીનાં લગ્ન એપ્રિલ 1914માં ડૉ. ટી સુંદારા રેડ્ડી સાથે તેમના લગ્ન થયા પણ લગ્ન પહેલાં તેમણે પતિ સામે એક શરત મૂકી કે, તેઓ કોઈ દિવસ તેમની સમાજસેવાની પ્રવૃતિમાં અને જરૂરિયાતમંદોને તબીબી સારવાર આપવાની બાબતમાં દખલ નહીં દે.
ડૉ મુથુલક્ષ્મી રેડ્ડી તેમના મહાન ફાળાના કારણે 1956માં પદ્મભૂષણ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. 22 જુલાઈ 1968ને ચેન્નઈમાં તેમનું નિધન થયુ હતુ.