અઠવાડિયામાં કયો દિવસ હોય છે સૌથી બોરિંગ? જે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ પણ નોંધાઈ ચુક્યો છે
- સોમવાર ઘણા લોકો માટે કંટાળાજનક હોય છે
- લોકો આ દિવસે કામ કરવાનું પસંદ નથી કરતા
નવી દિલ્હી,તા.18 ઓક્ટોબર 2022,મંગળવાર
લો, ફરીથી આવી ગયો સોમવાર....કાશ! સોમવારનો દિવસ જ ના હોત....અઠવાડિયાના પહેલા દિવસે જ લોકો આવી વાતો કરે છે. એટલે કે, સોમવાર ઘણા લોકો માટે કંટાળાજનક હોય છે. લોકો આ દિવસે કામ કરવાનું પસંદ નથી કરતા. બે દિવસની રજા પછી લોકો થોડા આળસુ થઈ જાય છે. લોકો ઈચ્છે છે કે તે થોડો વધુ આરામ કરે. પણ કામ કામ છે. લોકોને ઓફિસે જવું પડે છે. તે ભારે હૃદયથી હોય કે પછી નવા ઉત્સાહ સાથે. એટલા માટે લોકો સોમવારને ખૂબ ખરાબ માને છે. અત્યાર સુધી આના પર ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા પણ મહોર લગાવવામાં આવી છે.
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, 'અમે સત્તાવાર રીતે સોમવારે અઠવાડિયાના સૌથી ખરાબ દિવસનો રેકોર્ડ આપી રહ્યા છીએ.' આ વાત ઘણાં લોકો નથી જાણતા, પરંતુ એ વાત સાચી છે કે સોમવાર ઘણા લોકો માટે ખૂબ જ ખરાબ દિવસ છે.
સોમવારથી નફરત કેમ?
અઠવાડિયાના સાત દિવસમાંનો આ એ દિવસ છે જેને કદાચ મોટાભાગના લોકો ધિક્કારે છે. દાયકાઓથી, સોમવારને અઠવાડિયાનો સૌથી કંટાળાજનક દિવસ માનવામાં આવે છે. ઘણા ઉત્તર અમેરિકનો તેમની નોકરીઓને નફરત કરે છે. માર્કેટ ઇન્ફોર્મેશન કંપની દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ અડધાથી ઓછા લોકો કહે છે કે તેઓ આ દિવસથી સંતુષ્ટ છે.