Get The App

શું તમે બાપ્પાના સ્વાગત માટે મહારાષ્ટ્રીયન લુક અપનાવવાનું વિચારી રહ્યા છો? તો ફોલો કરો આ ટિપ્સ

Updated: Sep 16th, 2023

GS TEAM


Google News
Google News
શું તમે બાપ્પાના સ્વાગત માટે મહારાષ્ટ્રીયન લુક અપનાવવાનું વિચારી રહ્યા છો? તો ફોલો કરો આ ટિપ્સ 1 - image


                                                     Image Source: Twitter  

અમદાવાદ, તા. 16 સપ્ટેમ્બર 2023 શનિવાર

અત્યારે ગણેશ ચતુર્થીના પર્વને ધામધૂમથી મનાવવા માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. 19 સપ્ટેમ્બરથી 10 દિવસ સુધી ગણેશજીની પૂજા-અર્ચના કરવામાં આવશે. આ અવસરે દરેક બાપ્પાના સ્વાગત માટે તૈયારી કરી રહ્યા છે. જો તમે પણ બાપ્પાના સ્વાગત માટે મહારાષ્ટ્રીયન લુક અપનાવવાનો વિચાર કરી રહ્યા હોવ તો તમારા માટે અમુક ટિપ્સ કામ આવી શકે છે. 

ગણેશ ઉત્સવમાં આ રીતે મહારાષ્ટ્રીયન લુક અપનાવો

1. ટ્રેડિશનલ નઉવારી સાડી પહેરો

મહારાષ્ટ્રીયન લુક માટે તમારે મહારાષ્ટ્રની ટ્રેડિશનલ નઉવારી સાડી પહેરવી જોઈએ. આ અવસરે તમે બ્રાઈટ કલરની સાડી પસંદ કરી શકો છો. જેમાં તમે પીળા, લાલ કે લીલા રંગની સાડી પણ પહેરી શકો છો.

2. હેર સ્ટાઈલ

સાડી પહેર્યા બાદ હેર સ્ટાઈલ યોગ્ય કરવી જેમાં તમે સેન્ટર પાર્ટીશન આપીને બનમાં બાંધી શકો છો જેને સજાવવા માટે તમે ફૂલોનો ઉપયોગ કરી શકો છો. તમે વ્હાઈટ ફૂલોનો ગજરો વાળમાં લગાવી શકો છો, આ સિવાય તમે લાલ ગુલાબનો ઉપયોગ પણ કરી શકો છો.

3. ચાંદલા વિના લુક અધૂરો

મહારાષ્ટ્રીયન લુક આપવા માટે તમે ગોળ કે ચોરસ ચાંદલાના બદલે ચંદ્ર શેપનો ચાંદલો પસંદ કરો. તમે પોતાની સાડીના હિસાબે ચાંદલાના કલરને પસંદ કરી શકો છો. આ સિવાય તમે મરૂન કલરનો ચાંદલો લગાવી શકો છો.

4. નથણીથી લુક થશે કમ્પલીટ 

ગણેશ ઉત્સવના અવસરે તમે જ્વેલરીમાં મહારાષ્ટ્રીયન નથણીને પહેરી શકો છો જેમાં તમે મોતીઓવાળી નથણી પહેરી શકો છો. આ સિવાય કોલ્હાપુરી સ્લીપરની સાથે લુકને કમ્પલીટ કરો.

5. મેકઅપ

સૌથી પહેલા તમે તમારી સ્કિન ટોનને મેચ થતુ ફાઉન્ડેશન લગાવો અને આંખોમાં કાજલ કે આઈલાઈનર લગાવી લો અને ગાલ પર સામાન્ય બ્લશર લગાવી લો.

Tags :