Get The App

કચ્છ જિલ્લો પશુઓના ચારા બાબતે આત્મનિર્ભર બને તેવા પ્રયત્ન કરો

- અંજાર સબ ડિવિઝનની જિલ્લા કલેકટરે મુલાકાત કરી

- કલેક્ટરે વિવિધ સ્મારકોની મુલાકાત લીધીઃ અંજાર ખાતે બેઠકમાં અધિકારીઓએ પોતાના વિભાગના પ્રેઝન્ટેશન રજૂ કર્યાં

Updated: May 21st, 2023

GS TEAM


Google News
Google News
કચ્છ જિલ્લો પશુઓના ચારા બાબતે આત્મનિર્ભર બને તેવા પ્રયત્ન કરો 1 - image

ગાંધીધામ, તા. ૨૦ 

વહીવટી કામગીરીના ભાગ રૃપે જિલ્લા કલેકટર દ્વારા જુદા-જુદા તાલુકાઓમાં જઈ મુલાકાત કરી, સમસ્યાઓ જાની સરકારી કચેરીઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી રહી છે. જે સંદર્ભે જિલ્લા કલેકટર દ્વારા અંજાર સબ ડીવીઝનની પણ મુલાકાત કચેરી વિવિધ કચેરીઓના વડાઓ સાથે બેઠક કરી હતી. જેમાં અિધકારીઓએ પોત-પોતાની કચેરીના પ્રેઝન્ટેશન રજુ કર્યા હતા. આ વેળાએ જિલ્લા કલેકટર દ્વારા સમગ્ર કચ્છ જિલ્લો ચારા બાબતે આત્મનિર્ભર બને તે માટે પ્રયત્નો કરવા સુચના આપી હતી. 

આ અંગે મળતી માહિતી મુજબ જિલ્લા કલેકટર અમિત અરોરાએ અંજાર પ્રાંત કચેરી મધ્યે એક બેઠક બોલાવી હતી. જેમાં પોલીસ વિભાગ, પુરવઠા, મધ્યાહન ભોજન યોજના, વીજ પુરવઠા, ગેટકો, સરકારી ગોડાઉન, ખાણ ખનીજ, નગરપાલિકા, આઈ.સી.- ડી.એસ. વિભાગ, તાલુકા તાલુકા પંચાયત, આડા, જી.ડી.એ., આરોગ્ય વિભાગ વગેરે કચેરીના વડા હાજર રહ્યા હતા. જેમણે પોતાની કામગીરી અંગેના પ્રેઝન્ટેશન રજુ કર્યા હતા. જે પ્રેઝન્ટેશન નિહાળી વહીવટી કામગીરી વાધુ સારી રીતે કરવા અંગેનો માર્ગદર્શન આપ્યો હતો.

આ વેળાએ જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, અંજાર અને ગાંધીધામ તાલુકામાં આવેલી સરકારી ગૌચર જમીનોના દબાણો દુર કરી પંચાયતો દ્વારા જો તેમાં ચારો ઉગાડવામાં આવે, આવી જ રીતે જો સમગ્ર કચ્છની ગ્રામ પંચાયતો દ્વારા જો આવું કરવામાં આવશે તો કચ્છ ગાયોના ચારા મુદ્દે આત્મનિર્ભર બની જશે. આ ઉપરાંત મહિલાઓમાં સ્કીલ ડેવલોપમેન્ટનો વિકાસ થાય તે અંગેની વાત કરી કચેરીના વડાઓને આ બાબતે કાર્ય કરવાની સુચના પણ આપી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર સાથે પ્રાંત અિધકારી મેહુલ દેસાઈ પણ જોડાયા હતા. 

જિલ્લા કલેકટર દ્વારા અંજારનો વીર બાળક સ્મારક, જેસલ-તોરલ સમાિધ, ગામાધણી અજેપાળ દાદાનું મંદિર, પૌરાણિક અંબાજી મંદિર વગેરે સ્મારકોની મુલાકાત કરી જરૃરી સુાધારા વાધારા કરવાની સૂચના આપી હતી તેમજ જેસલ-તોરલ સમાિધ મધ્યે ચાલી રહેલા ફેસ-૨ના વિકાસકામની સમીક્ષા પણ કરી હતી. 

Tags :