Get The App

આદિપુરમાં યુવકની હત્યાના બનાવમાં આરોપી પત્ની, તેના પ્રેમીને ઝડપી લેવાયા

Updated: May 22nd, 2023

GS TEAM


Google News
Google News
આદિપુરમાં યુવકની હત્યાના બનાવમાં આરોપી પત્ની, તેના પ્રેમીને ઝડપી લેવાયા 1 - image

ગાંધીધામ, તા. ૨૧ 

આદીપુરના મુન્દ્રા સર્કલ પાસે ગત ૧૭મીએ સવારે બાવળોની ઝાડી માંથી અંજારના વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો, જે અંગે મૃતકના ભાઈએ મૃતકની પત્ની અને તેના પ્રેમીએ જ કાસળ કાઢી નાખ્યો હોવાની અંગેની ફરિયાદ આદિપુર પોલીસ માથકે નોંધાવી હતી. જે અંગે પોલીસ બંને આરોપીઓની અટક કરી લીધી હતી. 

આ અંગે આદિપુર પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે, અંજાર ખાતે રહેતો ૪૦ વર્ષીય વિનોદ મોહન રાજગર નામના યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓને કારણે મોત થયુ હોવાનું સામે આવ્યુ હતું. અંજારના જીઆઈડીસીમાં રહેતો મૃતક વિનોદભાઈની પત્ની શોભના થોડા દિવસો અગાઉ તેના પ્રેમી ઘનશ્યામપુરી ગોસ્વામી સાથે નાસી ગઈ હતી ત્યારે હતભાગી યુવકે ઠપકો આપ્યો હતો, ત્યારે પત્નીએ કહ્યું હતું કે, અમારી વચ્ચે આવજે નહી, નહી તો રસ્તામાંથી હટાવી દઈશ. પત્ની ભાગી જતા વિનોદ પોતાના નાનાભાઈ એવા ફરિયાદી સુનીલ પાસે સાંગનદી પાસે રહેવા આવી ગઈ હતો. મંગળવારે વિનોદ આદિપુર ખાતે ગાડીઓમા ગ્રીસ ભરવાનું કામ કરવા ગયો હતો. જયા સાંજે મુન્દ્રા સર્કલ પાસે શોભના અને ઘનશ્યામપુરી મળતા બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ઉશ્કેરાયેલી પત્ની અને પ્રેમીએ યુવાનને ગ્રીસ ભરવાનું પમ્પ માથામાં મારતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. હત્યાના બનાવ અંગે મૃતકના ભાઈએ વિનોદની પત્ની શોભના અને પ્રેમી વિરુદ્ધ આદિપુર પોલીસ માથકે ફરિયાદ નોંધાવી હતી. જે સંદર્ભે પોલીસે બંને આરોપીઓને ઝડપી લઈ ગુણનો ભેદ ઉકેલી લીધો હતો. 

પ્રેમી સામે અગાઉ પણ ૮ ગુના નોંધાયેલાં છે

આ અંગે આદિપુર પોલીસ જણાવ્યું હતું કે, બંને આરોપીઓને ઝડપી લીધા બાદ તેમની પૂછપરછ કરાઇ હતી. જેમાં આરોપી ઘનશ્યામપુરી પર દૂાધઈ, અંજાર, આદિપુર, ગાંધીધામ બી ડિવિઝન, વાંકાનેર, ભુજ એ ડિવિઝન પોલીસ માથકે  ચોરી સહિત કુલ ૮ ગુનાઓ નોંધાયેલા છે. આરોપી પહેલાથી જ ગુનાહિત પ્રવૃતિઓ સાથે સંકડાયેલો હોવાનું સામે આવ્યું હતું. 

Tags :