Get The App

ભુજમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટું : હોળી પ્રાગટય વચ્ચે ઠંડક

- કચ્છમાં સતત ત્રીજા દિવસે માવઠાંનો માહોલ

- ભુજના ગ્રામ્ય વિસ્તારોમાં કરાં પડયાઃ વરસાદી ઝાપટાથી ખેડૂત વર્ગમાં ચિંતા

Updated: Mar 7th, 2023

GS TEAM


Google News
Google News
ભુજમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટું : હોળી પ્રાગટય વચ્ચે ઠંડક 1 - image

ભુજ,સોમવાર

અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયકલોનીક સર્કયુલેશનની અસર તળે અને પશ્ચિમી વિક્ષોભની અસરના પગલે કચ્છમાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ભુજ તાથા તાલુકાના ગ્રામ્ય પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે કરા તેમજ વરસાદી ઝાપટું પડયું હતું.

જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસાથી કમોસમી વરસાદી ઝાપટાએ પોતાની હાજરી પુરાવી છે. સોમવારની સવારે કેટલાક સૃથળોએ ધૂપછાંવનો માહોલ જોવા મળ્યો હતો. ભુજમાં બપોરે વાતાવરણમાં પલટો આવ્યા બાદ ત્રણ વાગ્યાની આસપાસ વીજળીના ચમકારા, ગાજવીજ અને ભારે પવન સાથે કરા જેવા મોટ છાંટા પડયા હતા. માર્ગો ભીંજાયા હતા. હોળી ગોઠવણીની તૈયારીમાં વ્યસ્ત લોકો પરેશાનીમાં મૂકાયા હતા. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ભુજ-મીરઝાપર હાઈવે પર ધૂળનું વંટોળ ફુંકાયું હતું. વાહન ચાલકોને વાહન ચલાવવામાં તકલીફ પડી હતી. 

ભુજ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે મોટ છાંટા અને કરા પડયા હોવાનું જાણવા મળ્યું છે. માધાપર, લાખોંદ કાળી તલાવડી, પદ્ધર, નાપાડા મમુઆરા, સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટું પડયું હતું. માર્ગો પરાથી પાણી વહી નીકળ્યા હતા. કમોસમી વરસાદાથી ખેડૂત વર્ગમાં ચિંતા પ્રસરી છે.

ભુજમાં એપીએમસી ખાતે ખુલ્લામાં મુકાયેલા માલના જથૃથાને સાધારણ નુકશાન થવાની ભીતિ વ્યકત કરાઈ છે. ભેજ લાગી જવાના કારણે માલને નુકશાન થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. હોળીના તહેવાર હોતા મજુરો ઘરે ચાલ્યા જવાથી વેપારીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા.

આજે કચ્છમાં બપોરે અચાનક વાતાવરણ પલાટાયું હતું. ભચાઉમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન ફૂંકાયો હતો. ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. લાઈટનો કાપ મૂકાયો હતો. ઠેર ઠેર ધુળની ડમરીઓ ઉડી હતી.

Tags :