Get The App

ગાંધીધામ- કંડલા હાઇવે ઉપરથી ૩ લાખનો દારૃ ભરેલી ટ્રક ઝડપાઈ

- સ્ટેટ મોનિટરીંગ સેલની ગાંધીધામ 'બી' ડીવિઝન પોલીસ વિસ્તારમાં કાર્યવાહી

- રાજસ્થાનના બાડમેરથી ગાંધીધામના રાજુ મા'રાજ નામના શખ્સે દારૃ મંગાવ્યો હોવાનું ખૂલ્યું, કુલ ૩ શખ્સો વિરૃદ્ધ ફરિયાદ દાખલ

Updated: May 21st, 2023

GS TEAM


Google News
Google News
ગાંધીધામ- કંડલા હાઇવે ઉપરથી ૩ લાખનો દારૃ ભરેલી ટ્રક ઝડપાઈ 1 - image

ગાંધીધામ, તા. ૨૦ 

ગાંધીધામ બી ડિવિઝન પોલીસ માથકની હદમાં કંડલા-ભચાઉ માર્ગ પર મોડવદર બ્રીજ પાસે ટ્રકમાંથી રૃ. ૩ લાખની વિદેશી શરાબની બોટલોનો જથૃથો સ્ટેટ મોનીટરીંગ સેલની ટુકડીએ ઝડપી પાડયો હતો. આ દરોડામાં રાજસૃથાનનો ટ્રક ડ્રાઇવર ઝડપાયો હતો જ્યારે દારૃ મંગાવનાર અને માલ ભરી આપનાર શખ્સોના નામો ખુલ્યા હતા. 

આ અંગે મળતી માહિતી મુજબ ગાંધીધામ-ભચાઉ હાઇવે પર આવેલ મોડવદર ઓવરબ્રિજ પાસે એસ.એમ.સી.ની ટુકડીએ ટ્રકને રોકાવી તલાસી લીધી હતી. રાજસૃથાનના બાડમેરમાં રહેતો ધોલારામ આસુરામ બિશ્નોઈ નામના ટ્રક ચાલક પાસેાથી વાહન માંથી ૯૩૩ બોટલ શરાબ કિમત ૩.૦૭ લાખ રૃપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ અંગે પૂછપરછ કરતા ગાંધીધામના રાજુ મારાજને આ જથૃથો ડીલીવરી કરવા જઈ રહ્યો હોવાનું તેણે જણાવ્યું હતું. આ જથૃથો ભરી આપનાર તરીકે રાજુ મા'રાજના માણસનો નામની કબુલાત કરી હતી. પોલીસે ત્રણેય સામે ગુનો દર્જ કરી ત્રણ લાખનો શરાબ, ૫૪૦ રૃપિયા રોકડા અને આઠ લાખની ટ્રક કબજે કરી બી ડિવિઝન પોલીસ માથકે ગુનો નોંધાવ્યો હતો. 

અંજાર રહેણાક મકાનમાં એલસીબીએ દરોડો પાડી શરાબની ૪૨ બોટલ સાથે એક શખ્સ પકડાયો

અંજારના મચ્છીપીઠ વિસ્તારમાં કુવાવાળી શેરીમાં પૂર્વ કચ્છ એલસીબીની ટુકડીએ દરોડો પાડી શરાબની ૪૨ બોટલ કબજે કરી હતી. મચ્છીપીઠમાં રહેતો ચેતન ઉર્ફે મુરલી ઉર્ફે પપ્પુ બાબુલાલ જોબનપુત્રાએ જુદી જુદી શરાબની ૪૨ બોટલ કિમત રૃપીયા ૧૫૨૫૦નો જથૃથો સુનીલ બળવંતરાય બારોટ પાસેાથી વેચાણ માટે લઈ પોતાના ઘરે રાખી હતી. પોલીસે ચેતનના ઘરે દરોડો પાડી શરાબ અને ૫૦૦ રોકડ સાથે આરોપીને ઝડપી પાડયો હતો.  સુનીલ બારોટ હાજર મળી આવ્યો ન હતો.

ફતેગઢ નજીક દારૃનું કટિંગ થાય તે પહેલા જ દરોડો, આરોપી નાસી ગયા 

પૂર્વ કચ્છ એલસીબીએ એસ.એમ.સી.ના દરોડા બાદ રાપર તાલુકાના ફતેગઢ નજીક દારૃનું કટિંગ થાય તે પહેલા જ દરોડો પાડી ૧.૭૫ લાખનો શરાબ ઝડપી લીધો હતો. ટીમને બાતમી મળી હતી કે, આરોપી ગંગારામ વેરસી કોલી મહિન્દ્રા માર્શલમાં દારૃ ભરી આવ્યો છે અને ફતેગઢ નજીક તળાવ પાસેની જમીન પર દારૃનું કટિંગ થઈ રહ્યું છે. આ દારૃ ફૂલપરના મનજી ઉર્ફે મનીયો માવજી કોલીએ મંગાવ્યો છે. જે બાતમી આાધારે દરોડો પાડતા સૃથળ પરાથી બંને આરોપીઓ સાથેનો એ અજાણ્યો શખ્સ પોલીસને જોઈ નાસી ગયો હતો. જેાથી પોલીસે માર્શલ, સ્વીફ્ટ કાર, બાઈક અને રૃ. ૧,૭૫,૭૦૦ના કિમતનો શરાબ-બીયરના જથૃથા સહિત કુલ રૃ. ૩,૭૭,૭૦૦નો મુદ્દામાલ ઝડપી લઇ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ રાપર પોલીસ માથકે ફરિયાદ નોંધાવી હતી. 

Tags :