સલાયામાં ૧.૫૪ કરોડની ઠગાઇના કેસનો ભાગેડૂ ભુજનો ચીટર પકડાયો
- તામિલનાડુના વેપારીને બજાર ભાવ કરતાં ૭ ટકા ઓછા ભાવે સોનું આપવાની લાલચ આપી છેતરપિંડી
ભુજ,ગુરૃવાર
તામીલ નાડુના સોની વેપારીને બજાર ભાવ કરતા ૭ ટકા સોનુ આપવાની લાલચ આપીને ૧ કરોડ ૫૪ લાખની ઠગાઇ કરવાના કેસમાં છેલ્લા એક વર્ષાથી નાસતા ભાગતા આરોપીને એલસીબીએ ભુજમાં તેના ઘરેાથી ઝડપી પાડયો છે.
તામીલનાડુના ચેનઇ ખાતે સોના ચાંદીનો વેપાર કરતા ગૌતમભાઇ ધનરાજભાઇ શાહ નામના વેપારીને બજાર ભાવ કરતા ૭ ટકા ઓછા ભાવે સોનું આપવની લાલચ આપીને ગત ગત જુલાઇ ૨૦૨૦માં માંડવીના સલાયા ખાતે બોલાવીને ૧૩ ચીટરોએ સાથે મળીને વેપારી પાસેાથી રૃપિયા ૧ કરોડ ૫૪ લાખ મેળવી સોનુ કે, રૃપિયા ન આપી છેતરપીંડી કરી હતી. જે અંગે માંડવી મરિન પોલીસ માથકે ફરિયાદ નોંધાવાઇ હતી. આ કેસમાં છેલ્લા એક વર્ષાથી પોલીસ પકડાથી દુર નાસતા ભાગતા ભુજના ખારી નદી રોડ પર રહીમ નગરમાં રહેતા ચીટર અઝીઝ જુમા શેખ (ઉ.વ.૫૪) નામના ચીટરને પશ્ચિમ કચ્છ એલસીબીએ બાતમીના આાધારે તેના ઘરેાથી ઝડપી પાડીને આગળની તપાસ માટે એ ડિવિઝન પોલીસને હવાલે કર્યો છે.