Get The App

૩૦૦ ક્યુસેક પાણી આગામી પાંચ દિવસમાં કચ્છની કેનાલમાં પહોંચશે

- સલીમગઢથી નર્મદાના નીર છોડાતા ખેડૂતોમાં હરખ

- કચ્છ શાખાની નહેરમાં ૧૫૦૦ ક્યુસેક પાણી છોડવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે

Updated: Aug 20th, 2023

GS TEAM


Google News
Google News
૩૦૦ ક્યુસેક પાણી આગામી પાંચ દિવસમાં કચ્છની કેનાલમાં પહોંચશે 1 - image

ભુજ,શનિવાર

કચ્છ જિલ્લાની જીવાદોરી સમાન કચ્છ નર્મદા કેનાલમાં રાજ્ય સરકાર દ્વારા કચ્છના ખેડૂતોને ખેતી માટે પાણી મળે તે માટે કચ્છ બ્રાન્ચ કેનાલમાં સલીમગઢાથી ૩૦૦ કયુસેક પાણી છોડવામાં આવ્યું છે જે આગામી પાંચ દિવસ સુાધીમાં કચ્છ પહોંચશે. નર્મદાના પાણી રાજસૃથાન તરફ જતી કેનાલમાં પાણીનો જથૃથો વાધતાં વાધારાનું પાણી કચ્છની જીવાદોરી સમાન કચ્છ બ્રાન્ચ કેનાલમાં વહેતું કરાશે. ૧૦૦૦ ક્યુસેક પાણી આવવાની શક્યતા છે, નર્મદા કેનાલમાં પાણી મુદ્દે કચ્છના કિસાનોની રજૂઆતના પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા નિર્ણય લેવાયો છે.

કચ્છના કિસાનો માટે આશીર્વાદરૃપ એવી કચ્છ શાખાની નર્મદા નહેરમાં ફરી એક વખત નર્મદાના નરી વહેતા કર્યા છે. ચાલુ વર્ષે થયેલા વ્યાપક વરસાદના પગલે સરદાર સરોવર ડેમની સપાટી ૧૩૨ સુાધી પહોંચી છે. લાંબા સમયાથી તળિયાઝાટ થઈ ગયેલી કચ્છ શાખાની નહેરમાં પાણી છોડવાની માંગ પ્રબળ બની હતી. કચ્છમાં પાછોતરા વરસાદમાં વિલંબ થતાં ખેતરમાં ઊભેલા પાક માટે પાણીની ખેંચ ઊભી થઈ છે. પોતાના પાકને બચાવી લેવા મરણિયા પ્રયાસો કરતા કિસાનોએ નર્મદા નહેરમાં પાણી છોડવા માંગ કરી હતી. કચ્છના લાગણી અને માંગણી સરકાર સુાધી પહોચી છે અને આખરે કચ્છ શાળાની નહેરમાં સલીમગઢ ખાતેાથી ૩૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હોવાના અહેવાલ મળી રહ્યાં  છે. નર્મદાની પાણી કેનાલમાં માં વહેતા થયા છે. ૩૦૦ ક્યુસેક પાણી આગામી પાંચ દિવસમાં કચ્છની કેનાલમાં પહોંચશે. આ ઉપરાંત વાધારાના પાણીની માંગ પણ સંતોષાય તેવા સકારાત્મક સંકેતો પ્રાપ્ત થયા છે. મોડી સાંજ સુાધી કચ્છ શાખાની નહેરમાં ૧ હજાર ક્યુસેક પાણી વહેતું થાય તેવી શક્યતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સલીમગઢ ખાતે આવેલા જીરો પોઈન્ટ પરાથી ગત ૨૦મી જુલાઈાથી કચ્છ કેનાલમાં પાણી શરૃ કરાયું હતું. જે ૨૩૭ સુાધી ૩૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ૨૪૭થી ૧૭૮ સુાધી ૧૦૦ ક્યુસેક પાણી ચાલુ રખાયું હતું જે બાદમાં બંધ કરી દેવાયું હતું. સરદાર સરોવર ડેમમાં પાણી હોવા છતાં કચ્છના કિસાનોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા હતા. સરકારે કિસાનોની લાગણી અને માગણીને ધ્યાને લઈ કચ્છ શાખાની નહેરમાં હાલે ૩૦૦ ક્યુસેક પાણી છોડયું છે જે આગામી પાંચ દિવસમાં કચ્છ પહોંચશે તેવી સંભાવના છે જોકે કચ્છના કિસાનોએ કચ્છ શાખાની નહેરમાં ૧૫૦૦ ક્યુસેક પાણી છોડવાની માંગ છે.

Tags :