Get The App

પેટલાદના ફાગણી ગામના લોકો 40 વર્ષથી પાકા રસ્તાથી વંચિત

Updated: May 24th, 2023

GS TEAM


Google News
Google News
પેટલાદના ફાગણી ગામના લોકો 40 વર્ષથી પાકા રસ્તાથી વંચિત 1 - image


- ધુળિયા માર્ગથી ઘરમાં ધૂળ ભરાઇ જાય છે

- ઈન્દિરા આવાસના નારાજ સ્થાનિકોની સત્વરે રસ્તો બનાવવા માટે માગણી

અમદાવાદ : આણંદના ફાગણી ગામના લોકો છેલ્લા ચાલીસ વર્ષથી રસ્તાની રાહમાં બેઠા છે. છતાં રસ્તો ના બનતા તેઓની ધીરજ ખૂટી રહી છે.

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ફાગણી ગામે આવેલા ઈન્દિરા આવાસમાં છેલ્લા ૪૦ વર્ષથી રસ્તાના અભાવ વચ્ચે રહેવા સ્થાનિકો મજબૂર બન્યા છે. તેઓના જણાવ્યા મુજબ વિસ્તારમાં ક્યારેય રસ્તો બનાવવામાં આવ્યો જ નથી. પરિણામે લોકોને પડતી હાલાકી બારમાસી બની છે. રસ્તો ના હોવાના કારણે લોકો ધુળીયા માર્ગ પરથી પસાર થાય છે. જેના કારણે અકસ્માતના અનેક નાના-મોટા બનાવો બને છે. 

ધુળના લીધે સતત ઘરમાં ગંદકી થાય છે. આ અંગે અવારનવાર તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર મૌન ધારણ કરીને બેઠું છે. જેથી સ્થાનિકો પણ રોષે ભરાયા છે તેમજ સત્વરે રસ્તો બનાવી આપવા માંગ કરી છે.

Tags :