Get The App

જામનગર શહેરના સમર્પણ એ-ઝોન વિસ્તારમાં બે દિવસ પાણી વિતરણ બંધ રહેશે

Updated: Aug 29th, 2023

GS TEAM


Google News
Google News
જામનગર શહેરના સમર્પણ એ-ઝોન વિસ્તારમાં બે દિવસ પાણી વિતરણ બંધ રહેશે 1 - image

જામનગર,તા.29 ઓગસ્ટ 2023,મંગળવાર

જામનગર પાઇપ લાઈન મરમ્મતની કામગીરી કરવામાં આવનાર હોવાથી બે દિવસ પાણી વિતરણ બંધ રહેશે.     

શહેરનાં વોર્ડ નંબર 7, પંડિત દીનદયાળ આવાસ કોલોની રોડ, ઓવરબ્રિજ પાસે રેલ્વે ક્રોસિંગમાં રેલ્વે પાટાની નીચે પાણીની મુખ્ય પાઇપ લાઇન લીકેજ હોવા થી રેલ્વે ક્રોસિંગની પાઇપ લાઈન બદલાવાની કામગીરી કરવાની રહે છે. આથી તા.1/9/23 અને તા.2/9/23 સમર્પણ 'એ' ઝોન હેઠળ આવતા વિસ્તારો શિવમ સોસાયટી, ઓશવાળ 2, 3 અને 4, પટેલ નગરી, સુન્દરમ્ સોસાયટી, મહાવીર પાર્ક 1 થી 3, શિવમ પાર્ક 1 થી 3, સિદ્ધિ પાર્ક 1 થી 3, કેવલિયા વાડી, મેહુલ નગર, ગોકુલધામ, પંડિત દીનદયાળ આવાસ, દવા બજાર, અંધાશ્રમ, હનુમાન ચોક, હિરાપર્ક, ચેમ્બર કોલોની, ધનંજય સોસાયટી, પ્રગતિ પાર્ક, અજંતાં સોસાયટી, મયુર પાર્ક, લક્ષ્મી પાર્ક, વાસાવિરા, રેવન્યુ કોલીની, અપૂર્વ રેસીડેન્સી, સમર્પણ વિલા ,મયુર વિલા વગેરે વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે તા.3/9/23 થી ઉપરોક્ત વિસ્તારમાં રાબેતા મુજબ પાણી વિતરણ કરવામાં આવશે. ઉપરોક્ત વિસ્તારો સિવાયના સમર્પણ એ અને બી ઝોન વિસ્તારમાં પાણી વિતરણ રાબેતા મુજબ ચાલુ રહેશે.

તેમ જામનગર મહાનગર પાલિકાની વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઇજનેરની યાદીમાં જણાવાયુ છે.

Tags :