Get The App

લૂંટમાં વપરાયેલું બાઈક સુરતથી ચોરાયું હોવાના સગડના આધારે લૂંટનો ભેદ ઉકેલાયો

Updated: Mar 18th, 2023

GS TEAM


Google News
Google News
લૂંટમાં વપરાયેલું બાઈક સુરતથી ચોરાયું હોવાના સગડના આધારે  લૂંટનો ભેદ ઉકેલાયો 1 - image


જામજોધપુરની 20 લાખની લૂંટમાં સુરત, ભાયાવદરના બે આરોપીઓ ઝડપાયા જામજોધપુર યાર્ડની પેઢીમાં નોકરી કરતા બે શખ્સોએ લૂંટનો પ્લાન ઘડયો અને અન્ય બેએ લૂંટ ચલાવીઃ લૂંટી લેવાયેલી 18.50 લાખની રોકડ કબ્જે

જામનગર, : જામજોધપુર ના માર્કેટીંગ યાર્ડ નજીક ગત મંગળવારે એક વેપારી પાસેથી રૂ. 20 લાખની રોકડ રકમ ભરેલી થેલીની લૂંટ થવા પામી  હતી. તે ગુન્હામાં એલસીબીએ મૂળ યુ.પી.ના અને હાલમાં સુરતમાં રહેલા શખ્સની અટકાયત કર્યા પછી ભાયાવદર ગામથી અન્ય એક આરોપીને પણ ઝડપી લેવાયો હતો. આમ આ ગુનાં નો  ભેદ ઉકેલાયો છે. આ  ગુનામાં અન્ય બે શખ્સો ની પણ સંડોવણી ખુલવા પામી  છે તેઓની  શોધખોળ હાથ ધરાઈ છે.પોલીસે રૂ. 18 લાખ 50,000ની રોકડ, મોબાઈલ કબ્જે કાર્ય છે.

જામજોધ૫રમાં આવેલા માર્કેટીંગ યાર્કમાં યમુના ટ્રેડીંગ નામની પેઢી ચલાવતા ભૌતિકભાઈ પ્રવીણભાઈ રામોલીયા ગત મંગળવારે બપોરે પોતાના બેંક ખાતામાંથી પૈસા ઉપાડવા માટે એચડીએફસી બેંકમાં ગયા હતા.માર્કેટીંગ યાર્ડના દરવાજા પાસે પહોંચ્યા ત્યારે બાજુમાંથી પસાર થનાર  બાઈક માં રહેલા બે શખ્સે હાથ લંબાવી રૂા. 20 લાખની રોકડ  ભરેલ થેલીની ઝૂંટ મારી હતી અને ગણતરીની સેકન્ડોમાં આ બંને શખ્સો નાસી ગયા હતા.

બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ તેમજ એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સ્કવોડ દોડી ગઈ હતી. અને એસ પી પ્રેમસુખ ડેલુ ની સૂચનાથી જુદી જુદી ટીમની રચના કરાઈ હતી અને એલસીબી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી. ગોહિલ, પી.એન. મોરીની ટીમ સીસીટીવી ફૂટેજ ચકાસવા ઉપરાંત ટેકનિકલ તથા હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરી આરોપીઓના સગડ મેળવવા તજવીજ શરૂ કરી હતી.

દરમિયાન આરોપીઓ અંગે ઉપલેટા, જેતપુર, ગોંડલ, ધોરાજી, જામ કંડોરણા તથા સુરત સુધી તપાસનો દૌર લંબાવાયો હતો. જેમાં લૂંટમાં વપરાયેલા બાઈકની ઓળખ મળવા પામી હતી. યામાહા કંપનીનું એફઝેડ મોટરસાયકલ લૂંટમાં વપરાયું હોવાની અને તે બાઈક સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનની હદમાંથી ચોરાયું હોવાની વિગત બહાર આવી હતી. તેથી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી. ગોહિલ અને એલસીબી સ્ટાફ દ્વારા વોચ રખાઈ હતી.

એલસીબીના સ્ટાફ ને બાતમી મળી હતી કે, એક આરોપી દાસ્તગીર કુરેશી ધોરાજી કંડોરણા તરફથી બાઈકમાં કાલાવડ તરફ આવી રહ્યો છે. તે બાતમીનાં આધારે પોલીસે  મૂળ યુ.પી.ના અને હાલમાં સુરતના રહેવાસી દસ્તગીર શકીલ કુરેશીની ટોડા ગામ નજીકથી અટકાયત કરી હતી. આ શખ્સની  પૂછપરછ કરાતા તેણે ત્રણ દિવસ પહેલા જામજોધપુર યાર્ડ પાસેથી રૂા.ર૦ લાખની રોકડની લૂંટ ચલાવ્યાની કબૂલાત આપી હતી. અને આ ગુન્હામાં નાની રાફુદડ ગામ નાં નરસી રવજીભાઈ ખાણધાર,  ભાયાવદરના ધવલ અશોકભાઈ સીણોજીયા તથા જામજોધપુરના દિલીપ વિઠ્ઠલભાઈ કાંજીયા ઉર્ફે મુન્નાની પણ સંડોવણી હોવાનું ખુલવા પામતા પોલીસે ભાયાવદર થી ધવલ સીનોજિયાને પણ ઝડપી લીધો હતો.પોલીસે આરોપી  પાસે  રૂપિયા સાડા અઢાર લાખ ની રોકડ ઉપરાંત બાઈક અને બે નંગ મોબાઇલ પણ કબજે  લીધા છે.

     આ આરોપીની શરૂ કરાયેલી પૂછપરછમાં ખૂલ્યું છે કે, જામજોધપુર યાર્ડમાં તિરૂપતિ ટ્રેડર્સ નામની દુકાનમાં નોકરી કરતા દિલીપ વિઠ્ઠલભાઈ અને ધવલ સીણોજીયાની બાતમી હતી કે, યાર્ડના વેપારીઓ અવારનવાર બેંકમાં મોટી રકમ ઉપાડવા જાય છે, હવે જ્યારે કોઈ વેપારી બેંકમાં પૈસા ઉપાડવા જાય ત્યારે તેઓને લૂંટી લેવા. તે માટે પ્લાન ઘડી દસ્તગીર તથા લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામના નરશી રવજીભાઈ ખાણધરે સુરતના ઉધના વિસ્તારમાંથી યામાહા મોટરસાયકલની ચોરી કરી હતી તે મોટરસાયકલ કોઈ ઓળખી ન જાય તે માટે નંબર પ્લેટમાં રહેલા છેલ્લા આંકડાઓ કાઢી નાખ્યા હતા. તે પછી ધવલ અને દિલીપે રેકી શરૂ કરી હતી. જેમાં ભૌતિકભાઈ વધુ પૈસા લઈને જાય છે તેવી બાતમી નરશી અને દસ્તગીર કુરેશીને આપવામાં આવી હતી અને તે બાતમીના આધારે મંગળવારે આ ગુન્હાને અંજામ આપવામાં આવ્યો હતો. એલસીબીએ હાલમાં ધવલ તથા દસ્તગીરની અટકાયત કરી છે. અને નરશી તેમજ દિલીપની શોધખોળ શરૂ કરી છે.

Tags :