જામનગરની જિલ્લા જેલમાં પણ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરાઈ: બહેનોએ ભાઈના કાંડા પર બાંધ્યું સુરક્ષા કવચ
જામનગર,તા.30 ઓગસ્ટ 2023,બુધવાર
જામનગરની જિલ્લા જેલમાં રહેલા બંદીવાન ભાઈઓ માટે જેલ તંત્ર દ્વારા અલગ અલગ તહેવારોની ઉજવણી કરવાની વ્યવસ્થા ગોઠવી આપવામાં આવે છે, જેના ભાગરૂપે આજે રક્ષાબંધનના પવિત્ર તહેવારની પણ ઉજવણી કરવા માટેની વ્યવસ્થા ગોઠવી આપવામાં આવી હતી.
જામનગરની જિલ્લા જેલમાં રહેલા બંદિવાન ભાઈઓ કે જેમના પરિવારની બહેન રાખડી બાંધી શકે તે માટેની અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેના અનુસંધાને આજે જિલ્લા જેલમાં જેલ અધિકારી અને તેમના સ્ટાફની ઉપસ્થિતિમાં રક્ષાબંધનનું પર્વ ઉજવાયું હતું. અનેક બંદીવાન ભાઈઓને તેમના બહેનો દ્વારા રાખડી બાંધી સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું હતું. ત્યારે જિલ્લા જેલમાં ક્યાં હર્ષના આંશુ તો ક્યાંક ખુશીની લહેર જોવા મળી હતી.