Get The App

રાજકોટ રેન્જના આઈ.જી. અશોકકુમાર યાદવનું જામનગરમાં આગમન

Updated: May 26th, 2023

GS TEAM


Google News
Google News
રાજકોટ રેન્જના આઈ.જી. અશોકકુમાર યાદવનું જામનગરમાં આગમન 1 - image


- જામનગર શહેર વિભાગની ડીવાયએસપી કચેરી ખાતે ગાર્ડ ઓફ ઑનર અપાયું

જામનગર,તા.26 મે 2023,શુક્રવાર

રાજકોટ રેન્જના આઈ.જી અશોકકુમાર યાદવનું આજે જામનગરમાં આગમન થયું હતું, અને જામનગર શહેરના વિભાગીય પોલીસ અધિકારીની કચેરીમાં તેઓને ગાર્ડ ઓફ ઑનર આપીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

તેઓ વાર્ષિક ઇન્સ્પેક્શન તેમજ જોડીયા પોલીસ સ્ટેશનના લોકાર્પણ સહિતના કાર્યક્રમ માટે પધાર્યા છે.

રાજકોટ રેન્જના આઈ.જી. અશોકકુમાર યાદવનું જામનગરમાં આગમન 2 - image

આઇ.જી. અશોકકુમાર યાદવ કે જેઓનું જામનગર શહેરમાં આગમન થયું, આ વેળાએ જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા બુકે આપીને સ્વાગત કરાયું હતું .આ વેળાએ શહેર અને ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી તથા અન્ય પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. જેઓ ખાસ જામનગરમાં વાર્ષિક ઇન્સ્પેક્શનના કામ માટે પધાર્યા છે. તેમજ જામનગર જિલ્લાના જોડીયામાં નવું પોલીસ સ્ટેશન નિર્માણ પામ્યું છે, અને તેનો લોકાર્પણ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે, જે અંગેની તૈયારીઓ ચાલી રહી છે.

Tags :