mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

આ છે દુનિયાનું સૌથી મોંઘુ ફળ, 1 kgમાં આવી જાય કાર, જાણો તેનો ભાવ

Updated: Oct 14th, 2023

આ છે દુનિયાનું સૌથી મોંઘુ ફળ, 1 kgમાં આવી જાય કાર, જાણો તેનો ભાવ 1 - image


                                                       Image Source: Wikipedia

ટોક્યો, તા. 14 ઓક્ટોબર 2023 શનિવાર 

ભારતના લોકોને લાગે છે કે સૌથી મોંઘા ફ્રૂટ અંજીર, કાજુ, બદામ અને સૂકી દ્રાક્ષ જ છે પરંતુ એવુ નથી. આ તમામ ફ્રૂટ્સની કિંમત 800 રૂપિયાથી લઈને 1500 રૂપિયા કિલો વચ્ચેની છે પરંતુ એક ફ્રૂટ છે જેની કિંમત લાખોમાં છે એટલે કે તમે તેની કિંમતમાં એક લગ્ઝરી કાર ખરીદી શકો. ખાસ વાત એ છે કે આ તમામ મોંઘા ફ્રૂટની ખેતી માત્ર જાપાનમાં થાય છે. ત્યાંના અમીર લોકો જ માત્ર આ મોંઘા ફ્રૂટને ખાઈ શકે છે. 

યુબારી ટેટી

વિશ્વના સૌથી મોંઘા ફ્રૂટમાં યુબારી ટેટીનું નામ આવે છે. તેની ખેતી માત્ર જાપાનમાં જ થાય છે. આ એટલુ મોંઘુ ફળ છે કે તેનુ વેચાણ નહીં પરંતુ હરાજી કરવામાં આવે છે. તેના એક ફળની કિંમત 20 લાખ રૂપિયા સુધી હોય છે. આ એક પ્રકારની ટેટી છે. કહેવાય છે કે તેનું ઉત્પાદન ખૂબ ઓછુ થાય છે. આ કારણે તેની વધુ કિંમત છે. વર્ષ 2019ની હરાજીમાં એક યુબારી ટેટી 5 મિલિયન યેન વેચાઈ હતી એટલે કે ભારતીય રૂપિયા મુજબ તેની કિંમત 33 લાખ રૂપિયા થાય છે.

આ છે દુનિયાનું સૌથી મોંઘુ ફળ, 1 kgમાં આવી જાય કાર, જાણો તેનો ભાવ 2 - image

ખાવામાં ખૂબ મીઠી હોય છે

વધુ કિંમત હોવાના કારણે સામાન્ય જાપાની લોકો તેને ખરીદી શકતા નથી. મોટા-મોટા વેપારી જ યુબારી ટેટીનું સેવન કરે છે. તેની ખેતી માત્ર ગ્રીન હાઉસની અંદર જ કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ ફ્રૂટને સૂર્યની રોશનીથી પકાવવામાં આવે છે. યુબારી ટેટીને પાકવામાં લગભગ 100 દિવસ લાગે છે. તેની ખેતી જાપાનના યુબારી વિસ્તારમાં થાય છે તેથી તેનું નામ યુબારી ટેટી પડ્યુ. આ અંદરથી નારંગી કલરની હોય છે અને ખાવામાં ખૂબ મીઠી લાગે છે.

રૂબી રોમન દ્રાક્ષ પણ યુબારી ટેટીની જેમ જ ખૂબ મોંઘી હોય છે. તેની ગણતરી પણ વિશ્વના સૌથી મોંઘા ફળોમાં થાય છે. આ પણ માત્ર જાપાનમાં જ ઉગાડવામાં આવે છે. આ દ્રાક્ષના એક લૂમખાની કિંમત લાખોમાં હોય છે. આ દ્રાક્ષ ભારતીય દ્રાક્ષ કરતા ચાર ગણી મોટી હોય છે. રિપોર્ટ અનુસાર રૂબી રોમન દ્રાક્ષના એક પીસનું વજન લગભગ 30 ગ્રામ હોય છે, જો તમારે 25 પ્રીમિયમ ક્લાસની રૂબી રોમન દ્રાક્ષ ખરીદવી હોય તો તમારે 6 લાખ રૂપિયાથી પણ વધુ રકમ ખર્ચ કરવી પડે.

Gujarat