Get The App

પાકિસ્તાનના આ સ્થળનું હોલીવુડ અભિનેત્રી એન્જેલિના જોલી સાથેનું કનેકશન, પ્રિંસેઝ ઓફ હોપ એવું આપ્યું હતું નામ

આ મડ ફોર્મેશનને અભિનેત્રીએ જ પ્રિંસેઝ ઓફ હોપ એવું નામ આપ્યું હતું

કેટલાક નિષ્ણાતો આ સંરચનાઓને હિંદુ મંદિર સાથે જોડે છે

Updated: May 26th, 2023

GS TEAM


Google News
Google News
પાકિસ્તાનના આ સ્થળનું હોલીવુડ અભિનેત્રી એન્જેલિના જોલી સાથેનું કનેકશન, પ્રિંસેઝ ઓફ હોપ એવું આપ્યું હતું નામ 1 - image


ઇસ્લામાબાદ,૨૬ મે,૨૦૨૩,શુક્રવાર 

પાકિસ્તાનમાં પ્રિંસેઝ ઓફ હોપ નામનું એક સ્થળ છે જેનો અર્થ આશાની રાજકુમારી છે. નવાઇની વાત તો એ છે કે આ પ્રિંસેઝ ઓફ હોપને હોલીવુડની મશહૂર અભિનેત્રી એન્જેલિના જોલી સાથે કનેકશન છે. પ્રિસેઝ ઓફ હોપ કવેટાના દક્ષિણમાં ૭૦૦ કિમી દૂર લસબેલા જિલ્લાના દરિયાઇ વિસ્તારમાં સદીઓથી મૌજૂદ છે. આ એક પ્રકારનું મડ ફોર્મેશન છે જેનો થોડો ગણો શેપ મહિલા જોવો છે. કરાંચી બંદરથી આ જગ્યા દોઢસો થી પોણા બસો કિમી જેટલી દૂર છે. 

પાકિસ્તાનના આ સ્થળનું હોલીવુડ અભિનેત્રી એન્જેલિના જોલી સાથેનું કનેકશન, પ્રિંસેઝ ઓફ હોપ એવું આપ્યું હતું નામ 2 - image

આ સ્થળની અભિનેત્રી એન્જેલિના જોલીએ મુલાકાત લીધી ત્યારે વૈશ્વિક ખ્યાતી મળી હતી. ૨૦૦૨માં જોલી સંયુકત રાષ્ટ્રસંઘની સદભાવના દૂત તરીકે આ વિસ્તારમાં આવી હતી. આ મડ ફોર્મેશનને અભિનેત્રીએ જ પ્રિંસેઝ ઓફ હોપ એવું નામ આપ્યું હતું. આ એક કલાકૃતિ છે જે કુદરતી રીતે બનેલી છે એમ પુરાતત્વવિદો માને છે. જો કે હંગોલ નેશનલ પાર્કની પર્વતમાળામાં બીજી પણ અજીબો ગરીબ પ્રકારની સંરચનાઓ છે.

એવું માનવામાં આવે છે કે આ પ્રકારની કેટલીક સંરચનાઓ ગ્વાદરના ઇરાન સરહદ પાસે આવેલી જીઓની સુધી મળી આવે છે. કેટલાક નિષ્ણાતો આ સંરચનાઓને હિંદુ મંદિર સાથે જોડે છે કારણ કે હિંદુઓનું ધાર્મિક કેન્દ્ર હિંગળાજ માતા મંદિર પ્રમાણમાં નજીકમાં છે. કેટલાક ગ્રીસ દેવી દેવતાઓની કલ્પના પણ કરે છે. પુરાતત્વવિદોનો એક વર્ગ દરિયાકાંઠો કપાવાથી પ્રાકૃતિક કારણોથી ઢાંચો બન્યો હોવાનું માને છે. તાજેતરમાં પ્રિન્સેઝ ઓફ હોપ સહિતની પ્રતિમાઓ અને તેના ઢાંચામાંવધતા જતા ક્ષરણ થતા તેની સુરક્ષાને લઇને ચર્ચામાં આવી છે. 

Tags :