Get The App

ઈમરાન ખાનના ઘરે પોલીસ દરવાજો તોડી ઘરમાં ઘૂસી, ફાયરિંગની ઘટનામાં 3 પોલીસકર્મી ઘવાયા

ઈમરાન ખાનની ધરપકડ માટે 10000 જવાનોને તહેનાત કરવામાં આવ્યા

ઈમરાન ખાનની ગેરહાજરીનો લાભ લઈ સુરક્ષાદળોએ તેમના ઘર પર ક્રેન-બુલડોઝર સાથે કાર્યવાહી શરૂ કરી

Updated: Mar 18th, 2023

GS TEAM


Google News
Google News
ઈમરાન ખાનના ઘરે પોલીસ દરવાજો તોડી ઘરમાં ઘૂસી, ફાયરિંગની ઘટનામાં 3 પોલીસકર્મી ઘવાયા 1 - image

image : Twitter


પાકિસ્તાનમાં તોશાખાના મામલે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીનો અંત જ આવી રહ્યો નથી. ઈમરાન ખાન લાહોરથી ઈસ્લામાબાદ માટે જ્યારે કોર્ટમાં હાજર થવા રવાના થયા તો તેમના ઘરે જમાન પાર્કમાં દરોડાની કાર્યવાહી કરી દેવામાં આવી હતી. ઈમરાન ખાનની ગેરહાજરીનો લાભ લઈ સુરક્ષાદળોએ તેમના ઘર પર ક્રેન-બુલડોઝર સાથે કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન ઈમરાન ખાનના ઘરનો દરવાજો તોડીને સુરક્ષાકર્મીઓ અંદર પ્રવેશી ગયા હતા. ઈમરાન ખાનની ધરપકડ માટે 10000 જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. 

ઈમરાન ખાને કરી ટ્વિટ 

અહેવાલ અનુસાર ઈમરાન ખાને આ મામલે કહ્યું છે કે હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે મને તમામ કેસમાં જામીન મળવા છતાં પીડીએમ સરકાર મારી ધરપકડ કરવા માગે છે. સરકારના દુર્ભાવનાપૂર્ણ ઈરાદાઓને જાણવા છતાં હું કોર્ટ જઈ રહ્યો છું કેમ કે મને કાયદામાં વિશ્વાસ છે. જોકે દરોડા દરમિયાન બુશરા બીબી ઘરે એકલા જ હતા. 

પોલીસ કાફલો તૈયારી સાથે આવ્યો 

એવા પણ અહેવાલ મળી રહ્યા છે કે પોલીસની કાર્યવાહીથી નારાજ કાર્યકરોએ દેખાવ કર્યા હતા જેના લીધે અથડામણની સ્થિતિ સર્જાઇ હતી. આ દરમિયાન સંપૂર્ણ તૈયારી સાથે આવેલા પોલીસ કાફલાએ દેખાવકારો પર પાણીનો તોપમારો કરી દીધો હતો. આ દરમિયાન પોલીસ તરફથી ફાયરિંગ કરાયાની પણ માહિતી મળી હતી. અહીં અથડામણ દરમિયાન ત્રણ પોલીસકર્મી ઘવાયા હોવાની પણ માહિતી મળી છે. પેટ્રોલ બોમ્બ માર્યા હોવાની પણ માહિતી મળી છે. 

Tags :