Guinness World Record: વિશ્વની સૌથી લાંબી જીભ ધરાવનાર વ્યક્તિનું ભારત ક્નેક્શન
નવી દિલ્હી,તા. 18 માર્ચ 2023, શનિવાર
અમેરિકાના રહેવાસી નિક સ્ટોબર્લની વિશ્વની સૌથી લાંબી જીભ હોવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે. તેણે પોતાની જીભના કારણે વધુ એક ગીનીસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. તેણે પોતાની જીભની મદદથી સૌથી ઝડપી પાંચ જેંગા બ્લોક્સ દૂર કરવાનો નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. દુનિયામાં લોકો પોતાના નામે રેકોર્ડ બનાવવા કંઇ ને કઇ હટકે કરવાનો પ્રયત્ન કરતા હોય છે. પણ અહીં વ્યક્તિને એની જીભના કારણે ચર્ચામાં આવ્યો છે.
નિક સ્ટોબર્લની જીભની કુલ લંબાઈ 10.1 સેમી (3.97 ઈંચ) છે. આ પુરૂષોમાં વિશ્વની સૌથી લાંબી જીભનો રેકોર્ડ છે. આ પહેલા તે જીભની મદદથી પેઇન્ટિંગ પણ કરી ચૂક્યો છે. બીજી તરફ તેણે પોતાની અસામાન્ય સિદ્ધિ સાથે વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મુજબ, યુ.એસ.એ.ના સેલિનાસના નિક સ્ટોબર્લ 55.526 સેકન્ડમાં એક સ્ટેકમાંથી પાંચ જેન્ગા બ્લોક્સ દૂર કરવામાં સફળ થયા.
જેને લઇને કહ્યું નિક સ્ટોબર્લ કહ્યું કે, ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ધારક બનવાથી તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. તેણે કહ્યું કે, હું વિવિધ દેશોની મુલાકાત લઈ શક્યો છું અને તમામ પ્રકારની સંસ્કૃતિ જોઈ શક્યો છું અને સરસ લોકો સાથે ફરવા અને સારો ખોરાક ખાઈ શકું છું. તે એક મજાનો અનુભવ છે. હું એક બાળકની જેમ પુસ્તકોને જોઉં છું અને જ્યારે પુસ્તકો મારા વિશે લખે છે ત્યારે મને ખૂબ ગર્વ થાય છે.
સ્ત્રીઓમાં સરેરાશ જીભની લંબાઈ 7.9 સેમી (3.11 ઈંચ) અને પુરુષોમાં 8.5 સેમી (3.34 ઈંચ) છે, જ્યારે નિક સ્ટોબર્લની જીભ 3.97 ઈંચથી વધુ લાંબી છે. તેણે કહ્યું કે જ્યારે મેં પહેલીવાર રેકોર્ડ તોડ્યો ત્યારે હું મારી જીભનો ઉપયોગ કોઈ વસ્તુ માટે કરવા માંગતો હતો અને પછી મેં ભારતમાં એક વ્યક્તિનો તેની જીભથી પેઇન્ટિંગ કરતો વીડિયો જોયો.
ભારતીયથી પ્રેરિત
નિક સ્ટોબર્લને તેનો નવીનતમ રેકોર્ડ તોડવાનો પ્રયાસ કરવા માટે ભારતીય વ્યક્તિ દ્વારા પ્રેરણા મળી. આ માટે, નિકે તેની જીભનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરતા પહેલા કેટલીક સુંદર કલા બનાવવાનું નક્કી કર્યું. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અનુસાર, આ સિદ્ધિ પહેલા નિકે એક મિનિટમાં સૌથી વધુ વખત જીભ વડે નાકને સ્પર્શ કરવાનો રેકોર્ડ તોડવાનો પ્રયાસ કર્યો હતો. જીભ વડે નાકને સ્પર્શ કરવાનો વર્લ્ડ રેકોર્ડ 281 વખત હતો, પરંતુ કમનસીબે નિક માત્ર 246 વખત જ સ્પર્શ કરી શક્યો. આ રીતે તે 35 ઘટાડવામાં સફળ રહ્યો હતો.