ઈઝરાયલ ગાઝામાં આક્રમણ માટે તૈયાર પરંતુ પછી શું ? અમેરિકા માને છે કે ઈઝરાયલ પાસે કોઈ યોજના નથી
- યુદ્ધ વધુ ન વિસ્તરે માટે બ્લિકેનના પ્રયત્નો કરે છે
- નિરીક્ષકો માને છે કે : ગાઝા પટ્ટીમાં હમાસને દક્ષિણે ધક્કેલી ઈઝરાયલ પટ્ટીનો ઉત્તર ભાગ તેના કબ્જામાં જ રાખશે
વોશિંગ્ટન : ઈઝરાયલે ગાઝા પટ્ટી પર પ્રચંડ આક્રમણની પુરી તૈયારી કરી લીધી છે. બાયડેન વહીવટી તંત્રને ચિંતા તે છે કે ઈઝરાયલ વિજયી થાય પરંતુ તે પછી શું ? ઈઝરાયલ પાસે કોઈ યોજના જ નથી. આ સાથે માત્ર ૨૪ કલાકમાં જ ગાઝા પટ્ટી ખાલી કરવા ઈઝરાયલે આપેલા આખરીનામાં અંગે પણ અમેરિકા સંચિત છે. તેણે ઉત્તર ગાઝા પટ્ટી ૨૪ કલાકમાં ખાલી મુકવા આપેલા એલાનને લીધે અમેરિકા વધુ સંચિત બન્યું છે. આશંકા તે છે કે ઈઝરાયલ ગાઝા પટ્ટીનો ઉત્તર ભાગ તેના કબ્જામાં રાખી ભૂમધ્ય સમુદ્રના તટ-પ્રદેશ પર સીધો કાબુ જમાવવા માગે છે. તેવી પણ નિરીક્ષકોની માન્યતા છે.
આમ છતાં બાયડને વહીવટી તંત્રથી પરિચિત લોકોને ભીતિ છે કે ગાઝા ઉપર આક્રમણ કર્યા પછી ઈઝરાયલ હમાસને તે પ્રદેશમાં તદ્દન દૂર કરી નાખશે. આમ કહેતા તે અધિકારીઓએ નામ ન કહેવાની શરતે જણાવ્યું હતું કે અત્યારે ખુબ ખાનગી રીતે મંત્રણાઓ આવી રહી છે.
આ તરફ ઈઝરાયલ માટે તો આ યુદ્ધ તેના પ્રભાવને મધ્ય પૂર્વમાં સ્થિર કરવાના યુદ્ધ સમાન માની રહ્યું છે.
અમેરિકા તે સ્વીકારે પણ છે કે હમાસના દુષ્કૃત્યો માટે ઈઝરાયલ તેને શિક્ષા કરી રહ્યું છે. તે એમ પણ સ્વીકારે છે કે છેલ્લા ૫૦ વર્ષમાં ઈઝરાયલ તેની સૌથી ગંભીર કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે.
અત્યારે તો બાયડેન વહીવટી તંત્રે ઈઝરાયલને પુરેપુરો ટેકો આપવાની જાહેરાત કરી છે. તે અને તેના સાથી રાષ્ટ્રો, હમાસે કરેલી ૧૨૦૦ હત્યાઓ અને ડઝનબંધ ઈઝરાયલીયો તથા અન્ય રાષ્ટ્રોના નાગરિકોને બંધક બનાવ્યા હોવાથી હમાસ ઉપર ગિન્નાયા પણ છે.
ઈઝરાયલના પ્રમુખ ઈઝાક હર્ઝોગે તા. ૭મી ઓકટોબરે હમાસે કરેલા હુમલાને ૯/૧૧ ના દિવસે થયેલા અલ-કાયદા-આંતકવાદીઓના હુમલા સમાન ગણાવ્યા છે. તેઓએ તો પેલેસ્ટાઈનનો એક પણ નાગરિક નિર્દોષ હોઈ શકે તેવા વિચારને જ ફગાવી દીધો છે. તેઓ કહે છે કે બળવો કરી સત્તા હાથમાં લેનાર તો શેતાની શાસકો સામે લડી જ લેવું જોઈએ. ઈઝરાયલી હુમલાએ ૧૫૦૦ પેલેસ્ટાઈનીઓનો ખાતમો કરી નાખ્યો છે.
ઉલ્લેખનીય છે કે હમાસ સામેના યુદ્ધમાં ઈઝરાયલની શી રણનીતિ હશે તે વિષે બાયડેન વહીવટી તંત્ર કશું જ કહેતું નથી. જાહેરમાં કશી ટિપ્પણી પણ કરતું નથી. અમેરિકા અને તેના યુરોપીય યુનિયનના સાથીઓએ હમાસને ત્રાસવાદી જુથ તરીકે જાહેર કરી દીધા છે. પરંતુ બાયડેન કહે છે કે મોટાભાગના પેલેસ્ટાઈનીઓને હમાસ સાથે કોઈ સંબંધ નથી.
દરમિયાન અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિન્કને મધ્ય પૂર્વની મુલાકાતે ગુરૂવારે પહોંચી ગયા છે. તેઓ અપહૃત કરીને બંદીમાનની જેમ રમાયેલાઓ મુક્ત કરવા પોતાની વગ વાપરવા આરબ દેશોને સમજાવી રહ્યા છે. સાથે આ યુદ્ધ મધ્ય પૂર્વમાં વધુ ન વિસ્તરે તે માટે પણ આરબ દેશોને સમજાવી રહ્યા છે.
બીજી તરફ ગાઝા પટ્ટીમાં ખાદ્યાન્ન તથા પાણીની પણ સમસ્યા ઉભી થઈ છે. છતાં બંને તરફથી યુદ્ધ અવિરત જ રહ્યું છે. આ ઉપરાંત ગાઝામાં માનવીય સહાય પણ અત્યારે પહોંચી શકે તેમ નથી. ઈઝરાયલનો સખત ઘેરો છે. આથી યુનોના મહામંત્રી ગુટેરેસ અત્યંત ચિંતિત થઈ રહ્યા છે.