Get The App

ચીનમાં ૧૮ વર્ષથી ઓછી વયના અઠવાડિયામાં ૩ કલાક જ ઓનલાઇન ગેમ રમી શકશે

પહેલા પ્રતિદિન ૯૦ મીનિટ ગેમ રમવાની મંજુરી મળતી હતી

ચીનના અધિકારીઓ ઓનલાઇન ગેમની અફીણ સાથે સરખાવે છે

Updated: Aug 31st, 2021

GS TEAM


Google News
Google News
ચીનમાં ૧૮ વર્ષથી ઓછી વયના અઠવાડિયામાં ૩ કલાક જ ઓનલાઇન ગેમ રમી શકશે 1 - image


બેઇજિંગ,૩૧ ઓગસ્ટ,૨૦૨૧,મંગળવાર 

ચીનની સરકારે ઓનલાઇન ગેમિંગના વધતા જતા દૂષણ અને સમાજ પરના પ્રભાવને ધ્યાનમાં રાખીને ૧૮ વર્ષથી ઓછી વયના અઠવાડિયામાં ૩ કલાક જ ઓનલાઇન ગેમ રમી શકશે એવો નિયમ તૈયાર કર્યો છે. નેશનલ પ્રેસ એન્ડ પબ્લિકેશન એડમિનિસ્ટ્રેશનના એક સુચના અનુસાર બાળકો શુક્રવારે સાંજથી લઇને શનિવારે અને રવિવારની સાંજે ૮ થી રાત્રે ૯ વાગ્યા સુધી ઓનલાઇન ગેમ રમી શકે છે. દેશમાં વીડયો ગેમ પર વૉચ રાખતા નિયામકના દિશા નિર્દેશો મુજબ જાહેર રજાનો દિવસ હોય ત્યારે બાળકો નકકી કરેલા સમયે એક કલાક જ ગેમ રમી શકશે.

ચીનમાં ૧૮ વર્ષથી ઓછી વયના અઠવાડિયામાં ૩ કલાક જ ઓનલાઇન ગેમ રમી શકશે 2 - image

આ પહેલા ૧૮ વર્ષ સુધીનાને પ્રતિદિન ૯૦ મીનિટ વીડિયો ગેમ રમવાની મંજુરી મળતી હતી જેમાં હવે ઘટાડો કરવામાં આવ્યો છે. ચીનની કોમ્યૂનિસ્ટ સરકાર પોતાના બાળકો અને તરુણો પર ઓન લાઇન ગેમિંગની ટેવની નકારાત્મક અસર જેમકે  આંખોને નુકસાન તથા માનસિક અસરથી બચાવવા ઇચ્છતી હતી. અત્રે યાદ રહે દુનિયા ભરના ઓનલાઇન ગેમ ડેવલપર્સ ચીનને ખૂબજ મહત્વનું બજાર ગણતા હતા. ચીનના ઓડિયો વીડિયો અને ડિજીટસ પબ્લિશિંગ એસોસિએશનના જણાવ્યા અનુસાર  વર્તમાન વર્ષના પ્રથમ કવાટરમાં ગેમિંગ ઉધોગે ૨૦ અબજ ડોલરની કમાણી કરી હતી. ચીનના અધિકારીઓ ઓનલાઇન ગેમની અફીણ સાથે સરખામણી કરતા હતા. ઓનલાઇન ગેમનો સમય ઘટાડવાનો હેતું આ પ્રવૃતિ પર નિયંત્રણ લાવવાનો છે.

ચીનમાં ૧૮ વર્ષથી ઓછી વયના અઠવાડિયામાં ૩ કલાક જ ઓનલાઇન ગેમ રમી શકશે 3 - image

ચીનમાં ઓનલાઇન ગેમ રમ યુઝરની ઉંમર જાણવા માટે ઓળખકાર્ડથી રજીસ્ટ્રેશન કરાવવું પડે છે.રજીસ્ટ્રેશન વિના કોઇ પણ ઓનલાઇન ગેમ રમી શકાતી નથી. ઓનલાઇન ગેમ કંપનીઓને પણ નકકી કરેલા સમય ઉપરાંત ગેરકાયદેસર રીતે  આ સેવા નહી આપવાની કડક સૂચના આપવામાં આવી છે. ચીન સરકાર અગાઉ પણ અલીબાબા ગુ્પની ટેકનોલોજી કંપની અને ટેંસેટ જેવી કંપનીઓ પર પણ કડક વલણ અપનાવી ચુકી છે. ચીન સરકારે ઓનલાઇન ગેમ પર નિયંત્રણો કડક કરતા સંબંધિત કંપનીઓના શેરની બજાર કિંમતમાં ઘટાડો થયો છે. જો કે નિયમ તોડનારાઓને કેવો દંડ કરવામાં આવશે આ  અંગે કોઇ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

 

Tags :