Get The App

નિશાનેબાજ અભિનવ-ગૌતમીએ ભારતને અપાવ્યું ગૌરવ, ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો

ભારતીય જોડીએ ગોલ્ડ મેડલની મેચમાં ફ્રાંસની ઓશિયન મુલર અને રોમેન ઓફ્રરેની જોડીને 17-13 થી હરાવી

Updated: Jul 18th, 2023

GS TEAM

Google News
Google News
નિશાનેબાજ અભિનવ-ગૌતમીએ ભારતને અપાવ્યું ગૌરવ, ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો 1 - image
Image Twitter 

તા. 18 જુલાઈ 2023, મંગળવાર

કોરિયાના ચાંગવોનમાં ISSF વર્લ્ડ જુનિયર શૂટિંગ ચેમ્પિયનશિપના બીજા દિવસે અભિનવ સાઓ અને ગૌતમી ભનોટની ભારતીય જોડીએ 10 મીટર એર રાઈફલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. ભારતીય જોડીએ ગોલ્ડ મેડલના મુકાબલામાં ફ્રાન્સની ઓસિયન મુલર અને રોમેન ઓફ્રેરેની જોડીને 17-13થી પરાજય આપ્યો હતો.

ભારતીય જોડીએ ગોલ્ડ મેડલની મેચમાં ફ્રાંસની ઓશિયન મુલર અને રોમેન ઓફ્રરેની જોડીને 17-13 થી હરાવી

અભિનવ સાવ અને ગૌતમી ભનોટની ભારતીય જોડીએ કોરીયાના ચાંગવોનમાં ISSF જુનિયર વિશ્વ નિશાનેબાજ ચેમ્પિયનશિપના બીજા દિવસે 10 મીટર એર રાઈફલ મિક્સ્ડ ટીમમાં સ્વર્ણચંદ્રક જીત્યો હતો. ભારતીય જોડીએ ગોલ્ડ મેડલની મેચમાં ઓશિયન મુલર અને રોમેન ઓફ્રરેની ફ્રાંસની જોડીને 17-13 થી હરાવી હતી.  ભારતની દાવેદારીમાં આ ત્રીજો ગોલ્ડ મેડલ છે, જેમાં આ મેડલ ટેલીમાં બીજા સ્થાન પર આવી ગયો છે. તેણે એક રજત અને બે કાસ્ય પદક પણ જીત્યા છે. ચીન પદક તાલિકામાં ટોપ પર છે, તેણે ભારત જેટલા જ ગોલ્ડ મેડલ જીત્યા છે. પરંતુ તેના નામ પર બે સિલ્વર મેડલ નોંધાયેલા છે.