Get The App

સૌથી પહેલા વેક્સિન લેનારા પુરૂષ વિલિયમ શેક્સપિયરનું અવસાન, પરિવારે કરી આ વિનંતી

Updated: May 26th, 2021

GS TEAM


Google News
Google News
સૌથી પહેલા વેક્સિન લેનારા પુરૂષ વિલિયમ શેક્સપિયરનું અવસાન, પરિવારે કરી આ વિનંતી 1 - image


- શેક્સપિયરના નજીકના લોકોએ કરેલી વિનંતી પ્રમાણે તેમને સાચી શ્રદ્ધાંજલિ એ જ હશે કે લોકો કોવિડની રસી લગાવડાવે

નવી દિલ્હી, તા. 26 મે, 2021, બુધવાર

વિશ્વમાં કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લેનારા વિલિય શેક્સપિયરનું અવસાન થયું છે. વિલિયમ શેક્સપિયર ઉર્ફે બિલ શેક્સપિયરે મંગળવારે 81 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધો હતો. પરિવારના કહેવા પ્રમાણે તેઓ અસંબંધિત બીમારીના કારણે મૃત્યુ પામ્યા છે. 

વિલિયમ શેક્સપિયરે ડિસેમ્બર 2020માં કોવેન્ટ્રી હોસ્પિટલ ખાતે કોરોનાની પહેલી રસી લીધી હતી. તેઓ વિશ્વમાં વેક્સિન લેનારા પ્રથમ પુરૂષ હતા. તેમનાથી થોડી મિનિટો પહેલા જ 91 વર્ષીય માર્ગરેટ કીનને વેક્સિનનો ડોઝ લીધો હતો.

શેક્સપિયરના નજીકના લોકોએ કરેલી વિનંતી પ્રમાણે તેમને સાચી શ્રદ્ધાંજલિ એ જ હશે કે લોકો કોવિડની રસી લગાવડાવે. બિલ શેક્સપિયરે સતત 3 દશકા સુધી સમાજસેવા કરી હતી. 

ડિસેમ્બર 2020માં લીધી હતી વેક્સિન

2019માં કોરોનાએ વિશ્વમાં પ્રથમ વખત દેખા દીધી હતી અને તેના એક વર્ષ બાદ ડિસેમ્બર 2020માં પહેલી વેક્સિન ઉપલબ્ધ થઈ હતી. સૌથી પહેલા Pfizer-BioNTechની વેક્સિનનો ડોઝ લગાવવામાં આવ્યો હતો. 

વેક્સિન લગાવાયા બાદ તેમણે સમગ્ર વિશ્વને વેક્સિન લેવા માટે વિનંતી કરી હતી. ખાસ વાત એ છે કે, તેમનું નામ જ એવું હતું કે ઈતિહાસમાં નોંધાઈ ગયું અને વિવિધ જગ્યાએ વેક્સિનની ચર્ચા થવા લાગી.

ઉલ્લેખનીય છે કે, હવે વિશ્વમાં અનેક પ્રકારની વેક્સિન આવી ગઈ છે. અમેરિકાની 50 ટકા જેટલી વસ્તીએ વેક્સિન લઈ લીધી છે. જ્યારે યુકેમાં પણ વસ્તીના મોટા એવા હિસ્સાએ વેક્સિન લીધી છે. જો ભારતની વાત કરીએ તો અત્યાર સુધીમાં 20 કરોડ ડોઝ લાગ્યા છે પરંતુ વસ્તીની સરખામણીએ તે ખૂબ ઓછા છે.


Tags :