યુક્રેનને અમેરિકાએ ફરી કરી મદદ, 32 અબજ ડોલરનુ મિલિટરી પેકેજ આપવાની જાહેરાત
image : Twitter
વોશિંગ્ટન,તા.22 સપ્ટેમ્બર 2023,શુક્રવાર
અમેરિકાની મુલાકાતે પહોંચેલા યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી સાથે રાષ્ટ્રપતિ જો બાઈડને મુલાકાત કરી છે અને હવે યુક્રેનને ફરી મોટુ સંરક્ષણ પેકેજ આપવાનુ એલાન પણ કર્યુ છે.
રશિયા સાથે ચાલી રહેલી યુધ્ધ વચ્ચે બાઈડને યુક્રેનને 32 અબજ ડોલરનુ મિલિટરી પેકેજ આપવા માટે જાહેરાત કરીને યુક્રેનનુ રશિયન આક્રમણ સામે રક્ષણ કરવા માટે પણ પ્રતિબધ્ધતા દાખવી છે.વ્હાઈટ હાઉસમાં બંને નેતાઓ વચ્ચે ગઈકાલે બેઠક યોજાઈ હતી.
જેલેન્સ્કીએ કહ્યુ હતુ કે, યુક્રેનના લોકો બહાદુર છે અને તેમાં કોઈ અતિશ્યોક્તિ નથી.પોતાના સિધ્ધાંતોની રક્ષા કરવા માટે લોકોએ દ્રઢ સંકલ્પ લીધો છે અને દુનિયાને પણ તેમણે પ્રેરણા આપી છે.
બીજી તરફ બાઈડને કહ્યુ હતુ હતુ કે, દુનિયામાં લાંબા ગાળાની શાંતિ સ્થાપવા માટે અમેરિકા યુક્રેનના પ્રયાસોનુ સમર્થન કરતુ રહેશે.રશિયા અને ઉત્તર કોરિયા પાસે હથિયારો માંગીને રશિયા યુએનના ઠરાવોનુ ઉલ્લંઘન કરી રહ્યુ છે.આ ઠરાવની તરફેણમા મોસ્કો પહેલા જ મતદાન પણ કરી ચુકયુ છે.
બાઈડને સાથે સાથે જાહેરાત કરી હતી કે, અમેરિકાની સૌથી અબ્રાહમ ટેન્કસ પણ આગામી સપ્તાહથી યુક્રેનને આપવાનુ શરુ કરાશે.સાથે સાથે કિવની એર ડિફેન્સ સિસ્ટમ મજબૂત કરવા માટે અમેરિકા મદદ કરશે.