USના પૂર્વ રાષ્ટ્ર્રપ્રમુખના ફેસબુક એકાઉન્ટ પરથી પ્રતિબંધ હટાવાયો, પોસ્ટ કરી લખ્યુ આઈ એમ બેક
યુટ્યુબે પણ ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ ફરીવાર રિસ્ટોર કર્યું હતું
ફેસબુકે હિંસા ભડકાવવાના આરોપમાં ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ સસ્પેન્ડ કર્યું હતું
Image : Twitter |
અમદાવાદ, 18 માર્ચ 2023, શનિવાર
અમેરિકાના પૂર્વ રાષ્ટ્ર્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રતિબંધ હટાવ્યા બાદ ફેસબુક પર ફરીથી એક્ટીવ થઈ ગયા છે. ગઈકાલે ટ્રમ્પની ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે આઈ એમ બેક. આ પહેલા 6 જાન્યુઆરી 2021માં મેટાએ કેપિટોલ હિલ રમખાણો પર ભડકાઉ પોસ્ટ માટે ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ સસ્પેન્ડ કર્યું હતું.
YouTube restored former US President Donald Trump's account, becoming the latest and last social networking platform to do so.
— ANI (@ANI) March 17, 2023
Donald Trump's account was suspended after January 6, 2021 attack on the US capitol. pic.twitter.com/L3eCPZulE9
ટ્રમ્પે 12 સેકન્ડનો વિડિયો પોસ્ટ કર્યો હતો જેમાં લખ્યું હતું કે આઈ એમ બેક. આ વીડિયોમાં ટ્રમ્પે 2024ની ચૂંટણી માટે પોતાના પ્રચારને પણ આગળ વેગ આપવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રમ્પે તેમના પ્રખ્યાત મેક અમેરિકા ગ્રેટ અગેઇનના સૂત્રનો ઉપયોગ કર્યો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં મેટાએ તેમના એકાઉન્ટને ફરીથી એક્ટીવ કરવાની જાહેરાત કરી હતી અને ફેબ્રુઆરીમાં મેટાએ ટ્રમ્પના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ફરીથી એક્ટીવ થયા કર્યા હતા. મેટાના પોલિસી કમ્યુનિકેશન્સના ડિરેક્ટર એન્ડી સ્ટોને આની પુષ્ટિ કરી છે.
ફેસબુકે બે વર્ષ પહેલા પ્રતિબંધ લગાવ્યો હતો
યુએસ સંસદ પર હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ પર ફેસબુક દ્વારા 6 જાન્યુઆરી, 2021ના રોજ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે તેમની પોસ્ટમાં દાવો કર્યો હતો કે 2020ની રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન મોટાપાયે વોટિંગમાં ગોટાળો થયો હતો. આ પછી જ ફેસબુકે હિંસા ભડકાવવાના આરોપમાં ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ સસ્પેન્ડ કર્યું હતું.
"I'M BACK", Former United States President Donald Trump writes first Facebook post after ban lifted.
— ANI (@ANI) March 17, 2023
Donald Trump's accounts were suspended two years ago over incendiary posts on riot at Capitol. pic.twitter.com/V0dMi8ISnw
યુટ્યુબે ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ પણ રિસ્ટોર કર્યું
યુટ્યુબે ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ પણ રિસ્ટોર કર્યું હતું. આ સાથે યુટ્યુબ આવું કરવા માટે નવીનતમ અને છેલ્લું સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ બની ગયું છે. આજથી, ડોનાલ્ડ જે ટ્રમ્પની ચેનલ પર હવે પ્રતિબંધ નથી અને તે નવી પોસ્ટ અપલોડ કરી શક્શે.