Get The App

નેપાળમાં આઇએસઆઇ એજન્ટને અજાણ્યા હુમલાખોરોએ દોડાવી-દોડાવી ઠાર કર્યો

Updated: Sep 22nd, 2022

GS TEAM


Google News
Google News
નેપાળમાં આઇએસઆઇ એજન્ટને અજાણ્યા હુમલાખોરોએ દોડાવી-દોડાવી ઠાર કર્યો 1 - image


- મોહમ્મદ દરજીને ધોળે દહાડે ખતમ કરી દેવામાં આવ્યો

- ભારતમાં નકલી નોટોના કારોબારમાં દરજી મોટો સપ્લાયર હતો અને તે ડી ગેંગના સંપર્કમાં પણ હતો

- પોલીસને ક્રિમિનલ બેકગ્રાઉન્ડના લીધે ગેંગવોરમાં તેની હત્યા થયાની શંકાઃ પુત્રી ધાબા પરથી કૂદી હોવા છતાં ન બચાવી ન શકી

નવી દિલ્હી : નેપાળની રાજધાની કાઠમંડુમાં આઇએસઆઇ એજન્ટની દોડાવી-દોડાવીને હત્યા કરવામાં આવી હતી. લાલ મોહમ્મદ ઉર્ફે મોહમ્મદ દરજી કારમાં પોતાના ઘરે આવ્યો હતો. તે સમયે અજાણ્યા હુમલાખોરોએ તેના પર ગોળીઓ છોડી હતી. લાલ મોહમ્મદને બચાવવા માટે તેની પુત્રીએ ધાબા પરથી છલાંગ મારી હતી પણ તે તેને બચાવી શકી ન હતી. 

આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. મોહમ્મદ દરજી ભારતમાં નકલી નોટોનો મોટો સપ્લાયર હતો. તે આઇએસઆઇ એજન્ટ હતો. એટલું જ નહી તે ડી ગેંગના સંપર્કમાં પણ ન હતો. લાલ મોહમ્મદને આઇએસઆઇ લોન્ચ પેડ તરીકે ઉપયોગમાં લેતી હતી. તે નકલી નોટોના કારોબાર ઉપરાંત આઇએસઆઇને તેના ઓપરેશન માટે લોજિસ્ટિક્સ પૂરા પાડવા અને આઇએસઆઇ એજન્ટને આશરો આપવાનું કામ કરતો હતો. 

લાલ મોહમ્મદ કાઠમંડુના કોઠાટાર વિસ્તારમાં રહેતો હતો. ૧૯ સપ્ટેમ્બરે લાલ મોહમ્મદ ઘરે આવ્યો હતો. તે કારમાંથી ઉતરીને ઘરમા જતો હતો ત્યારે હુમલાખોરોએ તેના પર ગોળીઓ વરસાવવા માંડી. તે ગાડીની આડ લઈ ભાગતો રહ્યો, પણ હુમલાખોરો તેને દોડાવી-દોડાવીને ગોળીઓ મારતા રહે છે. આ સમયે એક મહિલા છત પરથી કૂદીને હુમલાખોરો તરફ ભાગે છે. પણ ત્યાં સુધીમાં હુમલાખોરો તો પોતાના કામને અંજામ આપી ભાગી જાય છે. 

પોલીસના રેકોર્ડ મુજબ ચાર જુલાઈ ૨૦૦૭ના રોજ કાઠમંડુના અનામનગરમાં નકલી નોટના કારોબારી પટુઓની ગોલી મારી હત્યા કરવામાં આવી હતી. પોલીસે હત્યાના આરોપમાં લાલ મોહમ્મદ સહિત ડી કંપનીના શાર્પ શૂટર મુન્ના ખાન ઉર્ફે ઇલ્તાફ હુસૈન અંસારીની ધરપકડ કરી હતી. કોર્ટે બંનેને દસ-દસ વર્ષની સજા સંભળાવી હતી. તે સાત જુલાઈ ૨૦૧૭ના રોજ દસ વર્ષની સજા કાપી આવ્યો હતો. કાઠમંડુના જ ગોઠાટારમાં તેણે ગારમેન્ટનો કારોબાર શરૂ કર્યો હતો. પોલીસને શંકા છે કે ક્રિમિનલ બેકગ્રાઉન્ડના લીધે ગેંગવોરમાં તેની હત્યા થઈ.

Tags :