Image Source: Freepik
ઈસ્લામાબાદ, તા. 21 સપ્ટેમ્બર 2023 ગુરૂવાર
પાકિસ્તાનના 35 વર્ષના શખ્સને કેનેડાના રહેવાસી 70 વર્ષીય દાદી સાથે પ્રેમ થઈ ગયો છે. પ્રેમ એટલી હદે પાંગર્યો કે બંનેને લગ્ન કરીને એક સાથે જીવન જીવવાનો નિર્ણય કરી લીધો. દુલ્હાનું નામ નઈમ શહજાદ છે જ્યારે 70 વર્ષના કેનેડાના દુલ્હનનું નામ મેરી છે. જોકે આ બંનેના પ્રેમ અને લગ્ન અંગે લોકોને વિશ્વાસ થતો નથી. નેટિજન્સનું માનવુ છે કે નઈમે વિઝા મેળવવા આવુ કર્યુ છે પરંતુ બંનેએ આ વાતની મનાઈ કરી દીધી છે.
35 વર્ષના નઈમ શહજાદ અને મેરી વચ્ચે પ્રેમની શરૂઆત સોશિયલ મીડિયા સાઈટ ફેસબુક દ્વારા શરૂ થઈ હતી ધીમે-ધીમે પ્રેમ વધતો ગયો અને અંતે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો.
2012માં પ્રેમની શરૂઆત
નઈમે જણાવ્યુ કે વર્ષ 2012 માં બંનેની મુલાકાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર થઈ હતી. વર્ષ 2015માં મેરીએ જ નઈમને લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતુ અને વર્ષ 2017માં બંનેએ લગ્ન કરી લીધા. જોકે વિઝાની સમસ્યાને લઈને બંને કેનેડામાં એક સાથે રહી ન શક્યા. મેરીએ તાજેતરમાં જ પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો અને 6 મહિના સુધી તેની સાથે રહ્યા હતા.
નઈમને ફાયનાન્સિયલ અને ઈમોશનલ સપોર્ટ મળ્યો
મેરી સાથે નઈમની મુલાકાત થઈ તે પહેલા તે ખૂબ ડિપ્રેશનનો સામનો કરતો હતો પરંતુ મેરીએ તેને ફાયનાન્સિયલની સાથે-સાથે ભાવનાત્મકરીતે પણ ખૂબ સપોર્ટ કર્યો. નઈમે જણાવ્યુ કે મેરી બહુ અમીર નથી, તે પેન્શન દ્વારા ગુજરાન ચલાવે છે.
ઉંમરના તફાવતની કોઈ પરવા નહીં
લોકોએ આરોપ લગાવ્યો કે નઈમે કેનેડા જવા માટે અને રૂપિયાની લાલચમાં મેરી સાથે લગ્ન કર્યા છે પરંતુ નઈમે તમામ આરોપોને ફગાવતા કહ્યુ કે તેને આ પ્રકારની વાતોથી કોઈ ફરક પડતો નથી. નઈમે જણાવ્યુ કે હુ ડિપ્રેશનમાં હતો અને રૂપિયાની અછત હતી ત્યારે મેરીએ મારો સપોર્ટ કર્યો હતો, જેના કારણે મને તેમની સાથે પ્રેમ થયો.


