મોદી તેમની વાશ્વિક ઇમેજનો ઉપયોગ ચૂંટણીમાં કરી શકે છે
- વડાપ્રધાનની વધતી ઇમેજથી કોંગ્રેસ ચિંતીત
- ઇનસાઇડ સ્ટોરી-વીરેન્દ્ર કપૂર
જી-20ના વડપણનો ઉપયોગ વડાપ્રધાન મોદી સ્થાનિક સ્તરે દેશમાં પોતાની ઇમેજને વઘુ ચમકાવવા માટે કરશે એ વાતથી કોંગ્રેસ ચિંતીત છે. કોંગ્રેસની ચિંતા કરે તે સ્વભાવિક છે પરંતુ શું એવો કોઇ કાયદો છે કે રાજકીય નેતા તેની વૈશ્વિક ઇમેજનેા ઉપયોગ સ્થાનિક સ્તરે ના કરી શકે? મોદી વિશ્વ સ્તરે નામના મેળવે તો તેમની ઇમેજ સુધારે તેની સાથે ભારતને પણ ઉપયોગી બની શકે છે.
અહીં મહત્વનું એ પણ છે કે મોદી આતરરાષ્ટ્રીય તખ્તા પર પોતાની ઇમેજના જોરે આગળ વધે તો લાભ તો અંતે ભારતનેજ થવાનો છે કેમકે આ સંબધોેના જોરે વેપાર વ્યવસાય, વિઝા, પ્રવાસન ઉદ્યોગ વગેરેમાં લાભ થઇ શકે છે. મોદીની પ્રતિષ્ઠા વૈશ્વિક તખ્તા પર વધે તો વિદેશમાં રહેતા ભારતીય લોકો પણ ગૌરવ લઇ શકે.
કોંગ્રેસને ડર એ વાતનો છે કે તાજેતરમાં બાલી ખાતે જી-20નું પ્રમુખ પદ સ્વિકારનાર મોદી એક વર્ષ સુધી એટલેકે 2024ના લોકસભાના જંગ સુધી તેનો ચૂંટણી પ્રચારમાં પણ ઉપયોગ કરી શકે છે.
હકીકતતો એ પણ છે કે જી-20 સમિટના લોગોમાં કમળ મુકાયું તેનો વિપક્ષોે વિરોધ કર્યો હતો. કોંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે જી-20ના લોગોમાં કમળના ઉપયોગ સામે વિરોધ નોંધાવ્યો હતો. જોકે ભાજપે આ વિરોધનો જવાબ આપ્યો હતો કે કમળ એ આશાનું પ્રતિક છે અને ગમે તેવા સંજોગોમાં કમળ ખીલે છે. જી-20નો થીમ આકર્ષક છે.વન અર્થ,વન ફેેમિલી, વન ફ્યુચર.સેક્યુલર લિબરલ કહેવાતા લોકોપણ આ થીમનો વિરોધ કરી શકે એમ નથી. દરેકે આ થીમને આવકાર્યો છે.
અહીં મહત્વનું એ પણ છે કે મોદી વૈશ્વિક પ્લેટફોર્મ પર મુત્સુદ્ીગીરી બતાવનાર, વિશ્વમાં શાંતિની વાતો કરનાર, એકતાની વાતો કરનાર તરીકેની છે પરંતુ દેશમાં તેમની ઇમેજ કેટલાક વર્ગમાં ખાસ કરીને મુસ્લિમોમાં તેમની બિન ઉદારમતવાદી તરીકેની છે.
લોકો ગમે તે માને પણ વૈશ્વિક સ્તરે મોદી પોતાની ઇમેજનો ઉપયોગ સ્થાનિક સ્તરની ઇમેજને ચમકાવવા માટે કરી શકે છે. આવો ઉપયોગ કરનાર મોદી પહેલાં નેતા નથી, જવાહરલાલ નહેરૂ પણ પોતાની વૈશ્વિક ઇમેજનેા ઉપયોગ દેશમાં સ્થાનિક સ્તરે કરતા હતા. વિશ્વમાં તે શાંતિ માટે લેક્ચરો આપતા હતા અને સ્થાનિક સ્તરે વિશ્વની વાતોને વટાવતા હતા.
નહેરૂના કાળમાં અર્થ તંત્ર અટવાયેલું રહેતું હતું એટલે વૈશ્વિક તખ્તા પર તેમની વાતનું બહુ વજન પડતું નહોતું પરંતુ એ વાત સ્વિકારવી પડે કે નહેરૂના શાસન કાળમાં આર્થિક તંત્રમાં આમૂલ પરિવર્તન કરાયું હતું. હવે આપણે અબજો ડોલરના અનાજની નિકાસ કરીયે છીયે. 90ના દાયકામાં આર્થિક ઉદારીકરણના પગલાં લેવાયા હતા અને આજે ભારતનું અર્થતંત્ર વિશ્વમાં પાંચમા ક્રમે પહોંચી ગયું છે.
તાજેતરમાં પુરી થયેલી જી-20 સમિટમાં મોદીનો ફાળો જોઇને દરેકને ગૈારવનો અનુભવ થયો હતો. મોદીએ યુક્રેન અને રશિયા વચ્ચેના યુધ્ધ બાબતે રશિયાના પ્રમુખ પુટીનને કહ્યું હતું કે આ સમય યુધ્ધનો નથી. જ્યારે અન્ય દેશના નેતાઓ યુક્રેન પર વોર કરનારા રશિયાને વખોેડતા હતા ત્યારે મોદી તેમની સાથે જોડાયા નહોતા પણ યુધ્ધ વિરામ માટે આગ્રહ કરતા હતા.
પહેલીવાત ભારત અને ચીન એક મુદ્દે સંમત થયા હતા. જી-20ના તખ્તા પર સિક્યોરીટીના મુદ્દા ચર્ચવા ના જોઇએ તે બાબતે ભારત અને ચીને સંમત થયા હતા.
વિશ્વના નેતાો સાથે મોદી આત્મ વિશ્વાસથી ચીનના શી જીનપીંગ સાથે વાત કરતા હતા તે ફોટા સોસ્યલ મિડિયામાં ફરતા થયા છે. જે બે દેશ વચ્ચે સરહદે તંગદિલી હોય તે દેશોના નેતાઓ શાંતિથી વાતો કરતા જોઇને સૌ પ્રભાવિત થયા હતા.