Get The App

બિનજરૂરી ખરીદી કરવી એ એક માનસિક સમસ્યા

Updated: Nov 24th, 2022

GS TEAM


Google News
Google News
બિનજરૂરી ખરીદી કરવી એ એક માનસિક સમસ્યા 1 - image


અમદાવાદ,તા. 24 નવેમ્બર 2022, ગુરુવાર 

જરૂરિયાત વગર ખરીદી કરવી એ સામાન્ય રીતે કેટલાક લોકોની આદત ગણાય છે, પરંતુ આ આદત તેમના શોખ કરતાં માનસિક સમસ્યા વધારે છે.

વાસ્તવમાં મગજ એક પ્રકારનું ડોપામાઈન છોડે છે, જે ખરીદવાની ફરજ પાડે છે. કેટલીકવાર પાર્કિન્સન્સની દવાઓ જેવી અન્ય બીમારીની સારવાર માટે લેવામાં આવતી દવાઓને કારણે ડોપામાઇન મુક્ત થાય છે. આ દવાઓ ખરીદી કરવા માટે પ્રેરિત કરે છે. બિનજરૂરી ખરીદીનું બીજું કારણ તમારો ઉછેર છે. વ્યક્તિ કેવા વાતાવરણમાં ઉછર્યું છે અને બાળપણમાં ખરીદી કરવાનું કેવી રીતે જુએ છે તે તેની ખરીદીની આદત નક્કી કરે છે.

બિનજરૂરી ખરીદી કરવી એ એક માનસિક સમસ્યા 2 - image

ઉદાહરણ તરીકે, જો કોઈએ બાળપણથી વારંવાર સાંભળ્યું હોય કે વધુ પડતી ખરીદી વ્યક્તિને કંગાળ બનાવે છે, તો તે મોટો થઈને ઓછો ઉડાઉ બને છે. ભલે તેના માતા-પિતા આવા ન હોય. જો કોઈએ બાળપણમાં સાંભળ્યું હોય કે વધુ ખર્ચ કરીને સારું જીવન જીવાય છે, તો તે મોટો થઈને બિનજરૂરી ખરીદી કરવ પ્રેરાય છે.

- તમારી જાતને પડકાર આપો, ધીમે ધીમે ખરીદી કરવાનું બંધ કરો.

- તરત જ ખરીદી કરવાનું બંધ કરશો નહીં. આમ કરવાથી, તમે કોઈક રીતે વધુ ખરીદી કરવા ઉશ્કેરાશો.

- પુરસ્કારો માટે પણ કંઈપણ ખરીદશો નહીં. એક પર એક ફ્રી સ્કીમની જેમ.

- નવા કપડાં ખરીદવાને બદલે જૂના કપડામાં ફિટ થવા માટે તમારી જાતને પડકાર આપો.

- અઠવાડિયામાં એક દિવસ નક્કી કરો કે જે દિવસે તમે કંઈપણ ખરીદશો નહીં.

SALE જેવી યોજનાઓના પુરસ્કાર માટે પણ લોકો બિનજરૂરી ખરીદી કરવા પ્રેરાય છે. એક સર્વે મુજબ સિગારેટ પીતા યુવાનો કે જેઓ તેમની તૃષ્ણાને રોકી શકતા નથી અને જેમનો પરિવાર જુગારી રહ્યો હોય છે, તેઓ પણ બિનજરૂરી ખરીદી કરે છે.                       

મન કેવી રીતે બિનજરૂરી ખરીદી કરવા પ્રેરાય છે તે અમુક્વાર એક કોયડો પણ બની રહે છે. તમે વોટર કલર વિશે ક્યાંક વાંચ્યું હતું અને તમને તમારો પેઇન્ટિંગનો શોખ યાદ આવ્યો. તમે ઑનલાઇન જોયું અને તે સસ્તું લાગતું હતું. તમે ખરીદ્યું ,બીજે દિવસે કોઈ ઘર પાસે વોટર કલર વેચવા આવ્યું. તમને તેની ગુણવત્તા વધુ સારી લાગી. તમારું મન તમને ફરીથી ખરીદવાનું કહેશે. આ રીતે મન કામ કરે છે.

Tags :