Get The App

કોઈપણ પ્રકારની સર્જરી કે દવા વગર 294 કિલોના માણસે આ રીતે ઘટાડ્યું 165 કિલો વજન

ડોકટરની ચેતવણી બાદ બદલી ખાવાની હેબિટ

વજન ઓછું કરવા કોઈપણ સ્ટ્રીક્ટ ડાયટ નહી કરી

Updated: Mar 15th, 2023

GS TEAM


Google News
Google News
કોઈપણ પ્રકારની સર્જરી કે દવા વગર 294 કિલોના માણસે આ રીતે ઘટાડ્યું 165 કિલો વજન 1 - image
Image FB

અમદાવાદ, તા.15 માર્ચ 2023, બુધવાર

આજના સમયમાં ઘણાં લોકો તેમનાં વધી રહેલા વજનથી પરેશાન રહેતા હોય છે. વધી રહેલા વજનના કારણે હાઈ બીપી, ડાયબીટીસ, હાર્ટ પ્રોબ્લેમ્સ, ફેટી લિવર સહિત ઘણી સમસ્યાઓ થતી હોય છે. જયારે આ જ વજન મેન્ટેન રહેતું હોય છે ત્યારે ભવિષ્યમાં કોઈપણ ગંભીર બીમારીનું જોખમ ઓછું રહે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વ્યક્તિના ફોટો વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થઈ રહેલા ફોટોમાં આ વ્યક્તિએ પોતાનું વજન એટલી હદે ઓછું કરી લીધું છે કે તેને હવે ઓળખવું જ મુશ્કેલ થઈ ગયું છે. અમેરિકાના મિસિસિપીમાં રહેનારા 42 વર્ષીય નિકોલસ ક્રાફ્ટનું વજન જૂન 2019માં 294 કિલો હતું જે આજે 130 કિલો છે. આ વજન ઘટાવવા માટે નિકોલસે કોઈ પણ પ્રકારની સર્જરી કે દવાઓનો સહારો લીધો નથી.

ડોકટરના શબ્દોએ બદલી હેબીટ

નિકોલસે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું, 'હું નાનપણથી મારા વધેલા વજન સાથે સંઘર્ષ કરી રહ્યો છું. હું ફિઝીકલી એક્ટીવ ન હતો જેના કારણે મારું વજન વધતું ગયું. વધેલા વજનના કારણે હું ફેમિલી ફંક્શનમાં પણ સામેલ નહોતો થતો. હું પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જઈ શકતો નહતો. હરવા-ફરવામાં પણ મને મુશ્કેલી થતી હતી. મારા ઘૂંટણ અને શરીરમાં દુખાવો થતો હતો અને મને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હતી. વર્ષ 2019માં ડોકટરે મને કહ્યું કે જો હું મારી હેલ્થ પર ધ્યાન નહી આપું તો હું 3થી 5 વર્ષમાં મરી જઈશ. ડોક્ટરના આ શબ્દોએ મને અહેસાસ અપાવી દીધો કે મને હવે મારી હેલ્થ પર ધ્યાન આપવું પડશે કારણ કે હું લાંબા સમય સુધી જીવવા માંગું છું. વજન ઘટાડવામાં મારી દાદી મને ખુબ પ્રેરિત કરતા હતા, પરંતુ 2019માં તેમની મૃત્યુ થઈ ગઈ હતી. તે મને પાતળો થતા જોવા માંગતા હતા. મેં તેમને વાયદો કર્યો હતો કે હું મારો વજન ઘટાડીને રહીશ.'

વજન ઓછું કરવા કોઈપણ સ્ટ્રીક્ટ ડાયટ નહી

નિકોલસે જણાવ્યું, 'વજન ઓછો કરવા માટે મેં કોઈ સ્ટ્રીક્ટ ડાયટિંગ નથી કરી. મેં માત્ર મારા ખાવાની પદ્ધતિ બદલી હતી અને કેલેરી કાઉન્ટ કરવાનું શરુ કરી દીધું હતું. આ સાથે મેં સોડા, તળેલા ખાદ્ય પદાર્થો,બ્રેડ,પાસ્તા, ભાત અને અન્ય કાર્બ્સને મારા ભોજનથી કટ કરી દીધા હતા અને તેમનાં સ્થાને ફળ, શાકભાજી અને પ્રોટીનવાળા ફૂડસ લેવાનું શરુ કર્યું હતું. આ સાથે હું જોગિંગ પર વધારે ભાર આપતો હતો. વજન ઓછો થવા બાદ મારા શરીરમાં દુખાવો નથી થતો, શ્વાસની સમસ્યા દુર થઈ ગઈ, હું વધુ એનર્જેટિક અને કોન્ફીડેંટ મહેસુસ કરું છું અને હવે મારી સાઈઝના કપડા પણ માર્કેટમાં મળી જાય છે.

વજન ઓછો કરવા કોઈપણ સર્જરી કે દવાનો સહારો નથી લીધો

નિકોલસે વધુમાં જણાવતા કહ્યું, 'મેં વજન ઓછો કરવા માટે કોઈપણ પ્રકારની સર્જરી કે દવા નથી લીધી. તેણે લોકોને સલાહ પણ આપી કે વજન ઓછો કરવા માટે કોઈપણ શોર્ટકટ ન અપનાવે. હંમેશા નેચુરલ રીતે વજન ઓછો કરવાનું પ્રયત્ન કરે. નેચુરલ રીતે વજન ઓછો કરવામાં થોડો વધુ સમય લાગશે પરંતું તેનો રિઝલ્ટ પણ લાંબા સમય સુધી રહેશે. હું મારા વેટ લોસ ગોલ સુધી અત્યારે નથી પહોંચ્યો પણ મને આ જાણીને ખુબ સારું લાગે છે કે મારી આ કહાની ઘણાં લોકોને મોટિવેટ કરે છે.

Tags :