Get The App

સારી અને પૂરતી ઉંઘનું મહત્વ સમજો, હાર્ટ એટેકનો ખતરો ૪૨ ટકા જેટલો ઘટે છે

વિશ્વમાં હાર્ટ ફેલ થવાથી ૨.૬ કરોડથી વધુ લોકોના મોત થાય છે.

યુકે બાયોબેંક દ્વારા ૪૦૮૮૦૨ લોકોને સ્ટડી માટે પસંદ કર્યા હતા.

Updated: Nov 19th, 2022

GS TEAM


Google News
Google News
સારી અને પૂરતી ઉંઘનું મહત્વ સમજો, હાર્ટ એટેકનો ખતરો ૪૨ ટકા જેટલો ઘટે છે 1 - image


લંડન,૧૯ નવેમ્બર,૨૦૨૨,શનિવાર 

એક સંશોધન મુજબ જે લોકો પૂરતી અને સારી ઉંઘ લે છે તેમને હાર્ટ એટેકની શકયતા ૪૨ ટકા ઓછી રહે છે. સ્વસ્થ ઉંઘ પેટર્નનો મતલબ ૭ થી ૮ કલાક સુધીને સવારે જાગવું એટલું જ નથી પરંતુ દિવસે સુસ્તી કે ઉંઘ આવવી જોઇએ નહી. વિશ્વમાં હાર્ટ ફેલ થવાથી ૨.૬ કરોડથી વધુ લોકોના મોત થાય છે. ખાસ કરીને ઉંઘની સમસ્યા હાર્ટ ફેલ વધારવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. 

યુકે બાયોબેંક દ્વારા ૨૦૦૬થી ૨૦૧૦ સુધી હોસ્પીટલમાં ફરજ બજાવતા ૩૭ થી ૭૩ વર્ષની ઉંમરના ૪૦૮૮૦૨ લોકોને સ્ટડી માટે પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં ૧ એપ્રિલ ૨૦૧૯થી સુધી હાર્ટ ફેલ થવા અંગેના ડેટાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.શોધકર્તાઓને ૧૦ વર્ષ સુધીમાં હાર્ટફેલના સરેરાશ ૫૨૨૧ કેસ નોંધ્યા હતા. સંશોધકોએ ઉંઘની ગુણવત્તાના આધારે સમગ્ર દરેક કેસનું પૃથ્થકરણ કર્યું હતું. મહામારી વિજ્ઞાાનના પ્રોફેસર ન્યૂ ઓરલિયન્સે સ્વસ્થ ઉંઘ માટે જે સ્કોર નકકી કરવા માટે પાંચ બાબતોને મહત્વ આપ્યું હતું.

સારી અને પૂરતી ઉંઘનું મહત્વ સમજો, હાર્ટ એટેકનો ખતરો ૪૨ ટકા જેટલો ઘટે છે 2 - image

ઉંઘની ગુણવત્તા માટે ઉંઘનો ગાળો, અનિદ્રા, ખરાંટા અને ઉંઘ સાથે જોડાયેલી અન્ય વિશેષતાઓ ધ્યાનમાં રાખી હતી. ઉંઘના ગાળાને ત્રણ પ્રકારમાં વહેચવામાં આવ્યો હતો જેમાં નાનો ગાળો ૭ કલાકથી ઓછો જયારે લાંબા ગાળામાં ૯ કલાક કે તેનાથી વધારેનો સમાવેશ થતો હતો. હાર્ટફેઇલની શકયતા ઘટાડવા માટે ઉંઘની પેટર્ન સુધારવા પર ભાર મુકવામાં આવ્યો હતો. આ ઉપરાંત ડાયાબિટીસ, લોહીનું ઉંચું દબાણ, દવાઓનો ઉપયોગ, આનુવાંશિક વિવિધતાઓ વગેરે બાબતોને પણ ધ્યાનમાં રાખવામાં આવી હતી.

તમામ બાબતોનો ઉંડાણથી અભ્યાસ કરતા સારી ઉંઘ પેટર્ન ધરાવનારા ૪૨ ટકાને શકયતા ઓછી જોવા મળી હતી. રસપ્રદ વાત તો એ હતી કે  સવારે જાગનારાઓમાં હાર્ટ ફેઇલનો ખતરો ૮ ટકા ઓછો રહે છે. જે ૭ થી ૮ કલાક ઉંઘતા હતા તેમણે હાર્ટફેઇલનો ખતરો ૧૨ ટકા જેટલો ઓછો હતો. જેમને અનિદ્રાની સમસ્યા ન હતી તેમને ૧૭ ટકા અને દિવસે ઉંઘ ન આવનારા લોકોમાં ૩૪ ટકા ખતરો ઓછો હતો.


Tags :