Get The App

રોજ દહીં ખાતા લોકો આટલી વાત અવશ્ય જાણી લો, નહીં તો નવા રોગો ઘર કરી જશે

આયુર્વેદ પ્રમાણે વસંત ઋતુ, પાનખર અને શિયાળાની ઋતુમાં દહીં ખાવાથી દુર રહેવુ જોઈએ.

ક્યારેય રાત્રીના સમયે દહીં ન ખાવુ જોઈએ.

Updated: Mar 18th, 2023

GS TEAM


Google News
Google News
રોજ દહીં ખાતા લોકો આટલી વાત અવશ્ય જાણી લો, નહીં તો નવા રોગો ઘર કરી જશે 1 - image
Image Pixabay

તા. 18 માર્ચ 2023, શનિવાર 

સવારે નાસ્તામાં દહીંનો સમાવેશ કરવાથી આખો દિવસ શરીરમાં સ્ફુર્તિ રહે છે. તેમાં પ્રોટીન સામગ્રી સુગરને નિયંત્રણમાં રાખે છે. અને ગળ્યા ખાવા વાળા લોકોને રાહત રહે છે. આ ઉપરાંત દહીં પ્રોબાયોટીક્સ પાચનશક્તિ સુધારવામાં મદદ કરે છે. ઉપરાંત સોજા તેમજ કબજીયાતની તકલીફમાં ફાયદો થાય છે. પરંતુ દહીં ખાવા વાળા લોકોએ કેટલીક વાતો ધ્યાનમાં રાખવી જરુરી છે. નહી તો તેના ખરાબ પરિણામો આવી શકે છે. 

દહીં ખાતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખવી જરુરી છે

ભોજન કરતી વખતે મોટાભાગના ભારતીયો દહીં લેતા હોય છે. પરંતુ દહીં ખાતા પહેલા કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરુરી છે.

રાતના સમયે દહીં ન ખાવુ જોઈએ

ક્યારેય રાત્રીના સમયે દહીં ન ખાવુ જોઈએ. રાતના સમયે દહીં ખાવાથી શરીરમાં સુસ્તી વધી જાય છે. આવુ લાળ બનવાના કારણે થાય છે. આયુર્વદ પ્રમાણે દહીંમાં મીઠાં અને તીખા ગુણ લાળ બનાવવાનું કામ કરે છે. તેનાથી શ્વાસ સંબંધિત રોગ થવાની સમસ્યા થઈ શકે છે. આ લાળ નાકની નળીમા જમા થઈ જાય છે અને તે ગાંઢ બની જાય છે પરિણામે નાક પર સોજો આવવા જેવી સમસ્યા થઈ શકે છે. 

દહીંને કાચુ સેવન ન કરો 

દહીંને હંમેશા ખાંડ, મધ અથવા ગોળ સાથે અથવા થોડું નમક, કાળા મરી, જીરા પાવડર સાથે લેવુ જોઈએ. આ દહીંના પ્રભાવકારીતામાં સુધારો કરે છે. અને લાળ બનાવવાનુ કામ કરે છે. 

કઈ ઋતુમાં ખાવુ જોઈએ દહીં

કેટલાક લોકો રોજ પોતાના ભોજનમાં દહી ખાતા હોય છે. પરંતુ વર્ષના કેટલાક મહિનાઓમાં એવા હોય છે કે તમારે દહીં ખાવુ જોઈએ નહી. કારણ કે આ સમયમાં શરીરની પ્રકૃતિ બદલાતી હોય છે. જેથી આ સમયમા દહીં ખાવાથી  શરીરમા સ્વાસ્થય અને પાચનશક્તિમાં નુકશાન કરે છે. ભારતીય આયુર્વેદ પ્રમાણે વસંત ઋતુ, પાનખર અને શિયાળાની ઋતુમાં દહીં ખાવાથી દુર રહેવુ જોઈએ. કારણ કે આ સમયગાળામાં લાળ વધુ પ્રમાણમાં બનતી હોય છે. 

Tags :