Get The App

કેરળમાં 'નિપાહ'નો કહેર, દર્દીઓના સંપર્કમાં આવ્યાં 700 લોકો, 77 'હાઈ રિસ્ક કેટેગરી'માં, કુલ કેસ '5'

કોઝિકોડ જિલ્લામાં પબ્લિક ફેસ્ટિવલ અને અન્ય કાર્યક્રમોની ઉજવણી કરવા કે ભીડ એકઠી કરવા પર રોક લગાવી દેવામાં આવી

હાઈ રિસ્ક કેટેગરીમાં રખાયેલા લોકોને ઘરથી બહાર ન નીકળવા તાકીદે મનાઈ ફરમાવાઈ છે

Updated: Sep 14th, 2023

GS TEAM


Google News
Google News
કેરળમાં 'નિપાહ'નો કહેર, દર્દીઓના સંપર્કમાં આવ્યાં 700 લોકો, 77 'હાઈ રિસ્ક કેટેગરી'માં, કુલ કેસ '5' 1 - image

image : Envato 


કેરળમાં નિપાહ વાયરસથી પીડિત દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થતો જઈ રહ્યો છે. વધુ એક દર્દી વધી જતાં સ્વાસ્થ્ય વિભાગની ચિંતા વધી ગઈ છે. રાજ્યમાં હવે દર્દીઓની સંખ્યા વધીને 5 થઈ ગઈ છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વિણા જ્યોર્જે જણાવ્યું કે ઈન્ફેક્શન ફેલાતો રોકવા રાજ્ય સરકારે કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા છે. આશરે 700 લોકોની યાદી બનાવાઈ હતી જેઓ દર્દીના સંપર્કમાં આવ્યા હતા. તેમાંથી 77 લોકોની ઓળખ કરાઈ છે જેમને હાઈ રિસ્ક કેટેગરીમાં રખાયા છે. 

બે દર્દીઓ પામી ચૂક્યા છે મૃત્યુ 

માહિતી અનુસાર રાજ્યમાં બે દર્દીઓ નિપાળ વાયરસના ચેપને કારણે મૃત્યુ પામી ચૂક્યા છે. આ મંત્રીએ એવી પણ આશંકા વ્યક્ત કરી હતી કે સમગ્ર રાજ્યમાં ઈન્ફેક્શન ફેલાવવાનું જોખમ છે. સંક્રમણને ફેલાતો રોકવા માટે રાજ્યમાં ઉપાયોગ શરૂ કરાયા છે. હાઈ રિસ્ક કેટેગરીમાં રખાયેલા લોકોને ઘરથી બહાર ન નીકળવા તાકીદે મનાઈ ફરમાવાઈ છે. 

તહેવાર અને જશ્નમાં ભીડ ભેગી કરવાની મનાઈ 

જીવ ગુમાનારા બંને દર્દી જે રસ્તા પરથી પસાર થયા હતા તેના વિશે પણ લોકોને જાણકારી અપાઈ રહી છે જેથી અન્ય લોકો એ માર્ગોનો ઉપયોગ ટાળી શકે. કોઝિકોડ જિલ્લામાં પબ્લિક ફેસ્ટિવલ અને અન્ય કાર્યક્રમોની ઉજવણી કરવા કે ભીડ એકઠી કરવા પર રોક લગાવી દેવામાં આવી છે. 


Tags :