Get The App

સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે ફુદીનો, આ 5 બીમારીઓનો કરે છે ખાત્મો

મોટાભાગે ફુદીનાનો ઉપયોગ ચા બનાવવા માટે જ કરવામાં આવતો હોય છે.

મોઢામાં દુર્ગંધ આવતી હોય તો ફુદિનાનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે.

Updated: May 19th, 2023

GS TEAM


Google News
Google News
સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે ફુદીનો, આ 5 બીમારીઓનો કરે છે ખાત્મો 1 - image
Image Envato

તા. 19 મે 2023, શુક્રવાર 

ફુદીનાની તેની ઠંડકના કારણે તે ગરમીમાં ખૂબ પસંદ કરવામાં આવે છે.  ફુદીની ખુશ્બુ લોકોની તાજગીભર્યો અહેસાસ કરાવે છે.  ફુદીની પાંદડીઓ લીલી અને સુકી બન્ને રીતે કામમાં આવી શકે છે. અને તે ખાવા પીવામાં કામમાં લઈ શકાય છે. કેટલાક ઠંડાપીણામાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે ત્યા કેટલાક લોકો ચા માં પણ  ફુદીનો નાખી પસંદ કરતા હોય છે.  ફુદીનો સ્વાસ્થય માટે ખૂબ જ લાભદાયક છે. સંશોધનમાં પ્રમાણે  ફુદીનાના સેવનથી શરીરમાં કેટલીયે બીમારીમાં રાહત મેળવી શકાય છે. આજે ફુદીનાના વિશે પાંચ ફાયદાઓ વિશે જાણીએ. 

ઈરિટેબલ બાઉલ સિન્ડ્રોમથી રાહત મળે છે

ફુદીનાના સેવન કરવાથી ઈરિટેબલ બાઉલ સિન્ડ્રોમથી (IBS) રાહત મળી શકે છે. મેડીકલ રિપોર્ટ  પ્રમાણે આ સિન્ડ્રોમ પેટમાં દુખાવો, ગેસ, સોજો અને પાચન સંબંધિત સમસ્યાઓનુ કારણ બનતુ હોય છે. સંશોધનમાં જાણવા મળ્યા ફુદીનાનું સેવન કરવાથી આ બીમારીઓમાંથી રાહત મેળવી શકાય છે. આમાં મેન્થોલ નામની એક તત્વ રહેલુ હોય છે. જેનાથી પાચનતંત્રની માસપેશિયોને આરામ મળે છે. 

અપચોની સમસ્યા દુર થાય છે

ફુદીનો અપચાને તકલીફમાં રાહત આપે છે, અપચાની સમસ્યા ત્યારે થાય છે, જ્યારે ભોજન પાચનતંત્રમાં બીજા હિસ્સામાં જતા પહેલા ઘણા લાંબા સમય પછી પેટમા જાય છે. આનાથી અપચાની સમસ્યા દુર થાય છે. લોકો પાચન સંબંધિત સમસ્યામાં ફુદીનાની કેપ્સુલ લેતા હોય છે. 

મગજના ફંપશનમાં સારા કરે છે

ફુદીનો ખાવાથી મગજના વિવિધ ફંક્શન સારી રીતે કામ કરે છે. ફુદીના ખાવાથી સિવાય મિંટ ઓયલની સુંગધથી મગજની કાર્યક્ષમતામાં સુધારો થાય છે. એક બીજા અધ્યયન પ્રમાણે ડ્રાઈવ કરતી વખતે તેના તેલને સુંઘવાથી સતર્કતા વધે છે. અને નિરાશા, ચિંતા અને થકાવટમાં રાહત મળે છે. જો કે દરેક શોધ કરતા આ સાથે સંમ્મત નથી. 

તાવ- શરદીથી આરામ મળશે

ફુદીનો ભલે ઠંડક પ્રદાન કરતો હોય  પરંતુ શરદીમાં રાહત અપાવવામાં તેનાથી મદદ મળી શકે છે. શરદી અને તાવના ઉપચારમા લેવામાં આવતી દવાઓમાં મેન્થોલ હોય છે. અને એવુ માનવામાં આવે છે કે મેન્થોલ બંધ નાકને ખોલવામાં રાહત આપે છે. શ્વાસ લેવાની તકલીફમાં મેન્થોલના ઉપયોગ કરવાથી ફાયદો મળી શકે છે. એટલે કે ફુદીનો દરેક સિઝનમાં લાભકારી છે. 

શ્વાસમાં આવતી દુર્ગંધને દુર કરે છે 

શ્વાસ લેવાની તકલીફમાં ફુદીનો અકસીર માનવામાં આવે છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે ફુદીનાથી બનેલી મોટાભાગની પોડેક્ટ શ્વાસમા આવતી દુર્ગંધ થોડાક સમય માટે દુર કરવા માટે બનેલી હોય છે.  ફુદીનાની ચા પીવા અને તાજા પાંદડા ખાવાથી શ્વાસની દુર્ગંધ દુર થાય છે. 


Tags :